મુખ્ય સમાચાર
News of Wednesday, 21st March 2018

બે શિક્ષકો પર છેડછાડનો આરોપ લગાવી ધો. ૯ની વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યાઃ અધિકારી સસ્પેન્ડ

દિલ્હીની ઘટનાઃ શિક્ષકો સામે એફઆઇઆર નોંધાઇ

નવી દિલ્હી તા. ૨૧ : દિલ્હીના મયૂર વિહારની એલ્કોન સ્કુલમાં નવમાં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ મંગળવારે બપોરે સેકટર -૫૨ સ્થિત પોતાન ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. સાંજે આશરે સાડા ચાર વાગ્યા પછી પરિવારના લોકો ઘરે પહોંચ્યા પછી તેના અંગે માહિતી મળી હતી. આ વિદ્યાર્થીની થોડાં અગાઉ પરીક્ષામાં નાપાસ થઈ હતી. પરિવાર તરફથી સ્કુલ પ્રશાસન સામે વિદ્યાર્થીને હેરાન કરવા સહિત ઘણાં આરોપ લગાવાવમાં આવ્યા છે.

આ વિદ્યાર્થીનીના પિતાએ જણાવ્યુંકે, તેમની પુત્રીએ તેમને કહ્યું હતું કે તેમના સામાજિક વિજ્ઞાનના શિક્ષકે તેમને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો. તેના પિતા પણ એક શિક્ષક છે અને તેમને કહ્યુંકે, હું પણ એક શિક્ષક છું અને મને લાગ્યું કે ભૂલમાં કંઈ આમ બન્યુ હશે. પરંતુ મારી પુત્રીએ કહ્યું હતું કે, તેણી ગમે તેટલું સારું લખશે તેઓ તેને નાપાસ જ કરશે અને તેવું જ બન્યુ સામાજિક વિજ્ઞાનમાં તે નાપાસ થઈ હતી. તેને શાળાએ મારી નાખી છે. આ પછી દિલ્હી પોલીસે એલફોન સ્કુલની વિદ્યાર્થીનીને આત્મહત્યા માટે ઉશ્કેરવા અને તેને મારી નાખવાની ધમકી આપવાના મામલે શાળાના બે શિક્ષકો અને પ્રિન્સિપલ વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરી છે. તેમજ તમામ શાળા પ્રશાસનને તપાસ માટે નોંધ લીધી છે.

વિદ્યાર્થીનીએ મંગળવારે બપોરે જયારે પરિવારના તમામ લોકો કયાંક બહાર ગયા હતા ત્યારે તેણી એકલી હતી. સાંજે સાડા ચાર કલાકે જયારે પરિવારના લોકો ઘરે પહોંચ્યા ત્યારે તેમના ઘરના દરવાજા ઘણાં પ્રયાસો પછી પણ ખુલી શકયા ન હતા, જે પછી કોઈ પણ રીતે પરિવારના લોકો મકાનમાં પ્રવેશ કર્યો અને જોયું તો વિદ્યાર્થીને રેલિંગ પર ફાંસો લગાવી ચુકી હતી.

પરિવારે તેને તાત્કલાલિક ત્યાંથી નીચે ઉતારી અને સેકટર ૨૭માં આવેલ કૈલાશ હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા, જયાં ડોકટરે તેને મૃત જાહેર કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, માર્ચના પહેલા અઠવાડિયામાં પરિણામ આવ્યું હતું અને તેણી એક વિષયમાં નાપાસ થઈ હતી. પરિવાર તરફથી સ્કુલ પ્રશાસને તેને હેરાન કરી હોવાનો અને તેને જાણી જોઈને નાપાસ કરી હોવાનું જણાવ્યું હતું, જો કે તે મામલે કોઈ લેખિત ફરિયાદ મળી નથી. આ ઉપરાંત એવું પણ જાણવા મળ્યું છે કે વિદ્યાર્થીનીના ભાઈને ૨ વર્ષ પહેલા આ સ્કુલમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો.

આ તરફ નોઈડા પોલીસે ઘટનાની તપાસ કરી રહેલા તપાસ અધિકારીને પોતાની ફરજ યોગ્ય રીતે ન બજાવવાના મામલે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેના પર ફરિયાદ દાખલ કરવા સમયે છેડછોડનો આરોપ તેમાં શામેલ કર્યો ન હતો. તે પછી તેની તપાસ બીજા અધિકારીને સોંપવામાં આવી છે.

(4:15 pm IST)