મુખ્ય સમાચાર
News of Wednesday, 21st March 2018

અમારી એક ઇંચ પણ જમીન નહિ આપીએ :દુશ્મનો સામે ખૂની સંઘર્ષ માટે તૈયાર :શી જિનપિંગની ચેતવણી

ચીનને તાઈવાન અને હોંગકોંગના દેશથી અલગ થવાનો સતાવતો ડર

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું હતું કે અમે પોતાની એક ઈંચ જમીન નહિ આપીએ અને ચીન પોતાના દુશ્મનોની સાથે ખૂની સંધર્ષ માટે તૈયાર છે.

   ચીનની સંસદ નેશનલ પીપ્યુલ્સ કોંગ્રેસના વાર્ષિક સત્રમાં સંબોધતા જિંગપિંગે કહ્યું, 'અમે અમારી જમીનનો એક ઈંચ ટુકડો પણ કોઈને પણ નહીં આપીએ અને ચીન પાસેથી કોઈલઇ શકતું પણ નથી

  એવું મનાય રહયું છે કે ચીનને તાઈવાન અને હોંગકોંગના દેશથી અલગ થવાનો ડર છે. તાઈવાન સ્વશાસિત દ્વીપ છે, જેના પર બેઈંજિંગ પોતાનો દાવો કરે છે અને ભવિષ્યમાં આને ચીન સાથે મેળવવાની આશા કરે છે. પૂર્વ બ્રિટીશ કોલોની અને હવે ચીનના એક વિશેષ પ્રશાસનિક ક્ષેત્ર હોંગકોંગમાં લોકો  વધતી દખલથી હેરાન છે.

(12:00 am IST)