મુખ્ય સમાચાર
News of Wednesday, 21st March 2018

અમેરિકી સંસદમાં રજૂ થનાર બિલથી ભારતમાં કોલ સેન્‍ટરમાં કામ કરતા કરોડો લોકોની નોકરી ઉપર ખતરો

નવી દિલ્‍હીઃ અમેરિકી સંસદ કોંગ્રેસમાં રજૂ કરવામાં આવેલ એક બિલથી ભારતમાં કોલ સેન્ટરમાં કામ કરનાર કરોડો લોકોની નોકરી પર ખતરો મંડારાઇ રહ્યો છે. જો કોંગ્રેસમાં આ બિલ પાસ થઇ જાય છે તો પછી એની અસર એ બીપીઓ પર સૌથી વધારે પડશે જે અમેરિકાના લોકોની ભારતમાં બેસીને મદદ કરે છે. 

આ બિલમાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે પ્રત્યેક કોસ સેન્ટર કર્મચારીને પોતાના લોકેશન માટે જાણકારી આપવી પડશે અને એને ગ્રાહકને એવો અધિકાર આપવો પડશે કે એ કોલને અમેરિકામાં બેઠેલા એજન્ટને ટ્રાન્સફર કરી શકે. ઓહિયોના સીનેટર શેરોર્ડ બ્રાઉન દ્વારા રજૂ કરવામાં આવેલ આ બિલમાં એ કંપનીઓનું લિસ્ટ તૈયાર કરવાની પણ જોગવાઇ છે જે કોલ સેન્ટર નોકરીઓને આઉટસોર્સ કરે છે તથા એમને અમેરિકાની બહાર ટ્રાન્સફર કર્યા નથી. 

અમેરિકી કસ્ટમરને એ કોલ સેન્ટરની સાથે વાત કરી શકશે જે  એમના દેશમાં હાજર હશે. બધા અમેરિકન જ્યારે કોલ સેન્ટર પર વાત કરે છે તો એમના કોલને ભારત સહિત કોઇ બીજા દેશમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. આવું એટલા માટે કારણ કે મોટાભાગે અમેરિકાની કંપનીઓએ પોતાના બીપીઓ બિઝનેસ એવા દેશોમાં સ્થાપિત કર્યા છે જ્યાં કોસ્ટ ખૂબ જ ઓછી આવે છે. 

(6:35 pm IST)