મુખ્ય સમાચાર
News of Wednesday, 21st March 2018

સાઉદી અરબના રાજકુમાર મોહમ્મદ બિન સલમાનને પોતાની અમીરી ઉપર ગર્વઃ હું મારી આવકનો એક ભાગ દાનમાં ખર્ચુ છું: હું ગાંધી કે મંડેલા નથી

રીયાધઃ સાઉદી અરબના રાજકુમારે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મને મારી અમીરી ઉપર ગર્વ છે. તેઓ ગાંધી કે મંડેલા નથી તેમ કહીને જણાવ્યું કે, હું મારી આવકનો ક ભાગ દાનમાં ખર્ચી નાખુ છું.  હાલમાં જ સામે આવ્યું છે કે તેઓ ફ્રેંચ શૈટો, જે દુનિયાનું સૌથી મોંઘુ ઘર છે તેના માલિક છે.તેમણે કહ્યું કે મારી આવકના 51 ટકા લોકો અને 49 ટકા પોતાના માટે ખર્ચું છું.

મોહમ્મદ બિન સલમાનને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સાથે મુલાકાત કરવાના છે. આ મુલાકાતમાં બંન્ને દેશોના પ્રતિદ્વંદી માનવામાં આવી રહેલા ઈરાન અંગે ચર્ચા થઈ શકે છે. આશા દર્શાવવામાં આવી રહી છે કે સલમાન યુએસ રાષ્ટ્રપતિની સામે પોતાના દેશમાં કરાયેલ સામાજિક બદલાવો અને પોતાની ફોરેન પોલીસીઓની વાત પણ કરી શકે છે. સંભાવના છે કે બંન્ને વચ્ચે યમનમાં યુદ્ધ અને કતારની સાથે રાજનૈતિક વિવાદ પર પણ ચર્ચા થઈ શકે છે.

તેમણે કહ્યું કે, 'અન્ય ગલ્ફ દેશોની જેમ અમે સામાન્ય જીંદગી જીવીએ છીએ. મહિલાઓ કાર ચલાવતી હતી, ફિલ્મ થિયેટર હતાં. મહિલાઓ દરેક જગ્યાએ કામ કરતી હતી. અમે સામાન્ય લોકો હતાં, કોઈ અન્ય દેશની જેમ વિકાસ કરી રહ્યાં હતાં પરંતુ 1979 પછી બધું બદલાઈ ગયું.'

તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લીધેલા પગલા પર પણ વાત કરી હતી. આ મામલામાં સાઉદીના કેટલાક રાજકુમારોને જેલમાં બંધ કરવામાં આવ્યાં હતાં. તેમને પણ આલિશાન હોટલમાં નજરકેદ રાખવામાં આવ્યાં હતાં. તેમણે કહ્યું કે ત્યારે જે તેમણે કર્યું તે કાયદાના દાયરામાં કર્યુ અને તે ઘણું જરૂરી હતું. તેમણે કહ્યું કે આ દરમિયાન અમે આશરે 100 બિલિયન ડોલર રિકવર કર્યાં હતાં. તેમણે કહ્યું કે તેમનો હેતુ પૈસા લેવાનો ન હતો. પરંતુ ભ્રષ્ટાચારીઓને સજા આપવાનો હેતુ હતો.

(5:52 pm IST)