મુખ્ય સમાચાર
News of Sunday, 21st February 2021

ટેક્સાસમાં બરફના તોફાનને લીધે ઈલેક્ટ્રીસીટી ગ્રિડ પણ ફેઈલ: દોઢ કરોડ લોકોને ઘરમાં પાણી બંધ બરફને ઉકાળીને પાણી પીવે છે

આશરે 2 લાખ ઘરોમાં લોકોના ઘરમાં વીજળી ગૂલ : અડધી વસ્તીએ પાણીની સંકટથી ઝઝૂમવું પડી રહ્યું છે

અમેરિકાના ટેક્સાસમાં 1.4 કરોડ લોકોને પાણીના સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં 10-11 ફેબ્રુઆરીના રોજ આવેલા બરફના તોફાનને લીધે ઘણી જગ્યાઓએ ઈલેક્ટ્રીસીટી ગ્રિડ પણ ફેઈલ થઈ ગયા છે જેના કારણે લાખો લોકો ઘણા દિવસોથી અંધરામાં અને હીટર વગર ઠંડીમાં રહી રહ્યા છે. ઘણી ઠંડી પડવાને લીધે પાણીના સપ્લાઈની પાઈપો પણ ફાટી ગઈ છે, જેના લીધે લોકોના ઘરે પાણી પહોંચી શકતું નથી

ડેઈલી મેલના રિપોર્ટ પ્રમાણે, પાણીનું સપ્લાઈ ન થવાને લીધે ઘણા લોકોએ બરફને ભેગો કરી તેને ગરમ કરીને તે પાણીથી કામ ચલાવી રહ્યા છે.

ઘણા લોકો એક બોટલના પાણી પર પણ નિર્ભર રહ્યા છે. હ્યુસ્ટનના એક સ્ટેડિયમ બહાર સૈંકડો લોકોની લાંબી લાઈન જોવા મળી હતી જે માત્ર પાણીની બોટલ લેવા માટેની હતી. જણાવી દઈએ કે અમેરિકાના ટેક્સાસ રાજ્યની કુલ વસ્તી 2.9 કરોડ છે અને તેમાંથી લગભગ અડધી વસ્તીએ પાણીની સંકટથી ઝઝૂમવું પડી રહ્યું છે

રિપોર્ટના કહેવા પ્રમાણે, રાજ્યના ઘણા બધા ભાગમાં 5 દિવસ સુધી વીજળી ગુલ રહ્યા પછી બધા પાવર પ્લાન્ટ શરૂ કરી દેવામાં આવ્યા છે. પરંતુ હજુ પણ આશરે 2 લાખ ઘરોમાં લોકોના ઘરમાં વીજળી શરૂ થઈ શકી નથી. ગુરુવારના બપોર સુધી ટેક્સાસની નજીક આશરે 1000 પબ્લિક વોટર સિસ્ટમ અને રાજ્યની નજીકની 177 કાઉન્ટીમાં પાણીની સપ્લાઈમાં સમસ્યા હતી, વીજળીનો સપ્લાઈ શરૂ થઈ જવા પછી તેવી આશા રાખવામાં આવી રહી છે ટૂંક સમયમાં પાણીનો સપ્લાઈ પણ શરૂ થઈ જશે

 

(12:00 am IST)