મુખ્ય સમાચાર
News of Friday, 21st February 2020

શ્રીલંકામા બુરખા પર તત્‍કાલીન પ્રતિબંધ માટે સંસદમા રજુ કરવામાં આવ્‍યો પ્રસ્‍તાવ

શ્રીલંકાની રાષ્‍ટ્રીય સુરક્ષા માટે ગઠિત સંસદીય સમિતિએ તત્‍કાલી પ્રસ્‍તાવથી બુરખા પર પાબંદી લગાવવાની ભલામણ કરી છે. સમિતિએ ધાર્મિક અને જાતિય આધાર પર રાજનૈતિક પાર્ટીઓની નોંધણી રદ કરવાનો પ્રસ્‍તાવ રજુ કર્યો. સમિતિ તરફથી આ નિર્ણય ઇસ્‍ટર આતંકી હુમલાને ધ્‍યાનમા રાખી ઉઠાવ્‍યો છે. આ આતંકી હુમલામા રપ૦ થી વધારે લોકોના મોત થયા હતા. સમાચાર પત્ર ડેઇલી મિરરના અનુસાર રીપોર્ટના તોર ગુરૂવારના સંસદમાં રજુ કરેલા પ્રસ્‍તાવમાં ઇસ્‍ટર હુમલા પછી ૧૪ વિવાદાસ્‍પદ મુદાને હલ કરવાની વાત કરી છે. રીપોર્ટ અનુસાર ઘણા દેશ પહેલેથી જ બુરખા પર પ્રતિબંધ લગાવી ચુકયા છે.

સુઝાવ આપવામાં આવ્‍યો છે કે પોલીસની પાસે આ અધિકાર હોવો જોઇએ તે સાર્વજનીક સ્‍થાનો પર કોઇ વ્‍યકિતને ઓળખવા માટે એનો ચહેરો જોવા માટે કહી શકે. રીપોર્ટમા કહેવામા આવ્‍યુ છે કે જો તે વ્‍યકિત પોલીસના અનુરોધ પર અમલ નહી કરે તો એને વિના વોરંટે ધરપકડ કરવામા આવશે. પ્રસ્‍તાવમાં દેશના ચુંટણી આયોગથી જાતિ અને ધર્મ પર આધારિત રાજનૈતિક દળોની નોંધણીને નિલંબીત  કરવા માટે એક કાનૂન બનાવવાની ભલામણ કરી છે. 

(11:47 pm IST)