મુખ્ય સમાચાર
News of Friday, 21st February 2020

નસબંધીના ટાર્ગેટ પર કમલનાથ સરકાર ઘેરાઇઃ ઓર્ડર પરત લીધોઃ નિર્દેશકને હટાવ્‍યા

મધ્‍યપ્રદેશની કમલનાથ સરકાર નસબંધીને લઇ જારી કરવામા આવેલ ફરમાન પછી હોબાળો મચી ગયો છે. વિવાદ શરૂ થયા પછી રાજય સરકારએ ઓર્ડર પાછો લઇ લીધો. મધ્‍યપ્રદેશના  સ્‍વાસ્‍થય મંત્રી તુલસી સિલાવરએ કહ્યું કે રાજય સરકારએ ઓર્ડર પરત લઇ લીધો છે. આ સાથે જ સરકારએ ઓર્ડર જારી કરવાવાળી રાજયમાં નેશનલ હેલ્‍થ મિશનની નિર્દેશક છવિ ભારદ્રાજને પદથી હટાવી દીધી છે. એને રાજય સચિવાલયમાં વિશેષ ડયુટી ના રૂપમા નિયુકત કરવામાં આવેલ છે.

કમલથાન સરકાર દ્વારા જારી ઓર્ડરમાં સરકારના સ્‍વાસ્‍થય કર્મચારીઓને પુરુષોની નશબંધીને લઇ ટારગેટ આપ્‍યો હતો.  એમા કહેવામાં આવ્‍યુ છે કે જો તે ટારગેટને પુરો નહી કરી શકે તો એનો પગાર કાપવામાં આવશે અને અનિવાર્ય રીટાયરમેન્‍ટ આપવામાં આવશે.

રાજય સરકારના પરિવાર નિયોજન પ્રોગ્રામમાં પુરુષોની ભાગીદારી વધારવા માટે મેલ મલ્‍ટી પર્પસ હેલ્‍થ કર્મચારીને આ ફરમાન જારી કર્યુ.  આમા રાજય સરકારના સ્‍વાસ્‍થ્‍ય કર્મારીઓને દર મહિને પ થી ૧૦ પુરુષોની નશબંધીના ઓપરેશન કરવાનો ટાર્ગેટ આપ્‍યો.

(11:46 pm IST)