સોરી ન બોલ્યો તો ગર્લફ્રેન્ડએ પોલીસને ૧૬ વખત ફોન કરી કહ્યું મારો પ્રેમી કોરોનાથી પીડિત છે
કોરોના વાયરસનો પ્રકોપ ચીન સહિત પુરી દુનિયા પર જોવા મળી રહ્યો છે આ સમયે કોરોનાનુ નામ સાંભળી લોકો ડરી રહ્યા છે. દુનિયાના ઘણા દેશના ડોકટર્સ આ વાયરસની વેકસીન બનાવવા માટે જીજાનમા લાગી ગયા છે. ચીનના તિયાનજીન વિસ્તારમાં એક મહિલાએ કોરોનાના નામ પર પોતાના બોયફ્રેન્ડથી બદલો લીધો પોલીસનુ પણ માથાનુ દર્દ વધારી દીધુ.
મહિલાએ પોલીસને ૧૬ વખત ફોન કરી ખોટો દાવો કરતા કહ્યું છે કે એનો બોયફ્રેન્ડ કોરોના વાયરસથી પીડાઇ છે. આ દાવો મહિલાએ એટલા માટે કર્યો કે બોય ફ્રેન્ડએ રકઝક કર્યા પછી માફી માંગી ન હતી. ૩૯ વર્ષની મહિલાએ અધિકારીઓને બતાવ્યુ કે એના બોયફ્રેન્ડ સાથે શેયર કરેલ ફલેટને છોડતા પહેલા ખાંસી અને તાવ હતો. મહિલાએ સ્વીકાર કરતા માન્યું કે તે શરાબના નશામા હતી. અને બોયફ્રેન્ડને સબક શીખવાડવા માગતી હતી. મહિલાની અયકાયત કરવામાં આવી છે.