મુખ્ય સમાચાર
News of Friday, 21st February 2020

એપ્રિલમાં ફરી રાહુલ ગાંધી સંભાળશે કોંગ્રેસની કમાન

પક્ષના કેટલાક નેતાઓએ અધ્યક્ષ પદ માટે કરી ચુંટણીની માંગ

નવી દિલ્હી તા. ૨૧ : કોંગ્રેસના અધ્યક્ષ પદે એકવાર ફરી રાહુલ ગાંધી પાછા ફરી શકે છે. એવા અહેવાલો મળી રહ્યા છે કે એપ્રિલમાં રાહુલ ગાંધીને ફરી કોંગ્રેસ અધ્યક્ષ બનાવામાં આવશે. જોકે આ વખતે રાહુલ ગાંધીની રાહ એટલી સરળ રહેશે નહીં, જેટલી પહેલીવાર હતી. જોકે પક્ષના કેટલાક શીર્ષ નેતાઓના અધ્યક્ષ પદ માટે ચુંટણી કરવાની માંગ કરી છે.

હવે કોંગ્રેસ પક્ષે અધ્યક્ષ પદ માટે ચુંટણી કરાવાની વાત સાવ નકારી દીધી છે. પક્ષના મુખ્ય પ્રવકતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, દીક્ષિત અને નિવેદનબાજી કરતા અન્ય નેતા જ્ઞાન આપવાની જગ્યાએ તેમના ક્ષેત્રમાં ધ્યાન આપો અને આ અંગે વિચારે કે તેઓ ચુંટણીમાં કેમ હાર્યા. આ બધાની વચ્ચે પક્ષ સૂત્રોના કહ્યા મુજબ સોનિયા ગાંધી બાદ કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી એકમાત્ર દાવેદાર છે અને ભવિષ્યમાં તેમની જવાબદારી સંભાળવાની પ્રબળ સંભાવના છે.

પૂર્વ સાંસદ દિક્ષિતે કહ્યું કે, કોંગ્રેસની પાસે નેતાઓની અછત નથી. હજુ પણ કોંગ્રેસમાં ઓછામાં ઓછા ૬ થી ૮ નેતા છે જે અધ્યક્ષ બનીને પક્ષનું નેતૃત્વ કરી શકે છે. પક્ષના વરિષ્ઠ નેતાઓ પર નીશાન સાધીને કહ્યું કે, પક્ષની નિષ્ક્રિયતા ઇચ્છો છો તમે નથી ઇચ્છતા કે કાંઇક કરવામાં આવે.

બીજીબાજુ મુંબઇ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સંજય નિરૂપમે રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવા અંગેનું સમર્થન કર્યું છે અને કહ્યું કોંગ્રેસ મુશ્કેલ દોરમાંથી પસાર થઇ રહ્યું છે. એવામાં તત્કાલ રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવા જોઇએ. રાહુલ ગાંધી ઉપરાંત જો કોઇ અન્ય વ્યકિતને અધ્યક્ષ બનાવામાં આવે તો પક્ષ વિખેરાય જશે.

(3:36 pm IST)