મુખ્ય સમાચાર
News of Friday, 21st February 2020

સુબ્રમણ્યમ સ્વામીનો ધડાકો

સોનિયા - રાહુલની નાગરિકતા છીનવાશે : ફાઇલ અમિત શાહના ટેબલે

ભારતીય નાગરિક હોવા દરમિયાન બીજા દેશની નાગરિકતા લેનારા લોકો પોતાની નાગરિકતા ગુમાવશે

નવી દિલ્હી તા. ૨૧ : પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો છે કે AICC અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની નાગરિકતા જલ્દી જતી રહેશે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ABVP દ્વારા હેદરાબાદ વિશ્વવિદ્યાલયમાં આયોજિત 'CAA - એક સમકાલીન રાજકારણથી આગળ એક એતિહાસિક જરૂરિયાત' પર સંબોધન આપતાં કહ્યું કે ફાઇલ ગૃહ મંત્રી અમિત શાહના ટેબલ પર છે અને જલ્દી જ તેઓ પોતાની નાગરિકતા ગુમાવી દેશે. એક ખાનગી મીડિયાના રીપોર્ટ અનુસાર ભારતીય બંધારણનો હવાલો આપતાં કહ્યું કે જે લોકો ભારત રહેવા છતાં બીજા દેશની નાગરિકતા લઇ રહ્યાં છે, તેમની ભારતીય નાગરિકા સ્વતંત્રતા સમાપ્ત થઇ જશે.

સુબ્રમણ્ય સ્વામીએ દાવો કર્યો છે કે રાહુલ ગાંધીએ ઇંગ્લેન્ડમાં વેપાર શરૂકરવામાં માટે બ્રિટિશ નાગરિકતાનો વિકલ્પ પસંદ કર્યો હતો જો કે રાહુલ ગાંધી નાગરિકતા માટે નવી રીતે અરજી કરી શકે છે. કારણ કે તેમના પિતા રાજીવ ગાંધી એક ભારતીય હતા. પરંતુ તેઓ પાતની માતા સોનિયા ગાંધીની સાખનો ઉપયોગ કરતાં અરજી કરી શકે છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેઓ ભારતીય નાગરિક નથી.

નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) પર સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે CAAને સાચી રીતે સમજવામાં આવ્યું નહીં અને તેનો વિરોધ કરનારાઓએ પોતે આ અધિનિયમને વાંચ્યો નથી. ભારતી મુસલમાન આ અધિનિયમથી પ્રભાવિત નથી અને આ તર્ક આપવો હાસ્યાસ્પદ છે કે પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવનારા મુસલમાનોને નાગરિકતા માટે માનવામાં આવે. પાકિસ્તાન રોહિંગ્યા મુસલમાનોને પોતાના દેશમાં પ્રવેશ આપવાની મંજૂરી આપી રહ્યું નથી.

(3:35 pm IST)