મુખ્ય સમાચાર
News of Friday, 21st February 2020

ટેલીકોમ કંપનીઓ પાસેની લેણાની ફરી ગણતરીઃ વોડાફોન- એરટેલનું દેણુ વધશે

એજીઆરની બાકી રકમ ૨૦૧૬-૧૭ સુધીનીઃ ત્યારબાદની રકમનું આંકલન શરૂ કરાયું

નવીદિલ્હીઃ વોડાફોન- આઈડીયા અને એરટેલની મુશ્કેલીઓ વધવાના એંધાણ છે. ટેલીકોમ કંપનીઓ ઉપર એજીઆરની બાકી રકમ વધે શકે છે. ટેલીકોમ વિભાગ (ડીઓટી) હવે નાણાકીય વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૯ માટેના લેણાની રકમની ગણતરી કરી રહ્યું છે.

લાઈસન્સ ફી, વ્યાજ, દંડ રૂપેની બાકી રકમ રૂ.૯૨,૬૪૨ કરોડ  વર્ષ ૨૦૧૭ સુધીની જ છે. જો કે ૭૦,૮૬૯ કરોડ રૂપિયાનો સ્પેકટ્રમ યુસેઝ  ચાર્જ (એસયુજી) આ વર્ષના જાન્યુઆરી સુધીનો છે. ટેલીકોમ વિભાગના સૂત્રો મુજબ અત્યાર સુધીના એજીઆરની બાકી રકમ ૨૦૧૬-૧૭ સુધીની છે. હવે ત્યારબાદની અવધી માટે વ્યાજ અને દંડ સહિતની બાકીની રકમનું આંકલન કરવામાં આવી રહ્યું છે.

જો કે આ બધા વચ્ચે સરકારે વોડાફોનની બેંક ગેરેંટી પરત ન લેવાનો નિર્ણય કર્યો છે. સરકાર ઈચ્છે છે કે ટેલીકોમ ઉદ્યોગમાં ત્રણ કંપનીઓની સેવા મળતી રહે. જેથી વોડાફોનના શેરમાં ૩૮ ટકાનો મોટો ઉછાળો પણ જોવા મળ્યો હતો. મંગળ- બુધના બે સ્ટોક સત્રમાં વોડા- આઈડીયાના શેર કુલ ૬૫ ટકા જેટલો વધારો થયેલ.

(3:33 pm IST)