મુખ્ય સમાચાર
News of Friday, 21st February 2020

મુંબઇના સુપ્રસિધ્ધ કવિ-ગઝલકાર શ્રી હિતેન આનંદપરાને માણવાનો અમુલ્ય લ્હાવો

 'કોકટેલ desi-season 2'માં ગુજરાતી કવિતા, સંગીત અને અભિનય એમ ત્રણ અલગ-અલગ લેવલની મજા માણવા મળવાની છે. જેમાં કવિતાઓ તેમજ ગઝલો થકી ગુજરાત્રીના મંચને ગજવવા અને સોૈને ઓતપ્રોત કરવા મુંબઇના સુપ્રસિધ્ધ કવિશ્રી અને ખુબ જાણીતા ગઝલકાર શ્રી હિતેન આનંદપરા 'અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ' પ્રસ્તુત 'ગુજરાત્રી' આયોજીત કોકટેલ desi-season 2માં પધારી રહ્યા છે. તેમને માણવા-સાંભળવા-નિહાળવા એ અનેરો લ્હાવો છે. ગુજરાત્રીયન્સ-રાજકોટીયન્સ માટે ખરેખર આ એક અદ્દભુત આકર્ષણ બની રહેશે.   શ્રી હિતેન આણંદપરા પોતાની અનેક કવિતાઓ અને ગઝલો થકી જાણીતા છે અને અનેક શોમાં ભાગ લઇ ચુકયા છે. તેમને માણવાની અમુલ્ય તક આપણને સોૈને ૨૯મીએ કકોકટેલ desi-season 2માં મળી રહી છે.

 

(4:01 pm IST)