મુખ્ય સમાચાર
News of Thursday, 20th February 2020

નિવૃત કર્નલના ઘરે ચોરી કરવા પહોંચ્યો 'રાષ્ટ્રવાદી ચોર' :સેનાના ઓફિસરનું ઘર હોવાનું જાણતા ચોર્યા વગર માફી માંગી પાછો ફર્યો

ઘરમાં રાખેલા દારુ ઉપર નજર પડતા દારું પીધો પછી તેની નજર કર્નલની સેનાવાળી ટોપી ઉપર પડતા ચોરી કર્યા વિના દીવાલમાં લખ્યું મને પહેલા ખબર હોત તો ઘરમાં ના ધુસત

 

કેરળઃ કેરળના તિરુવનકુલમમાં ચોરી કરવાના ઈરાદે એક 'રાષ્ટ્રવાદી ચોર'નિવૃત કર્નલના ઘરે પહોંચ્યો હતો જોકે સેનાના અધિકારીનું ઘર હોવાની જાણ થતા માફી માંગીને પાછો ફર્યો હતો

 ચોરને ચોરી કરતા સમયે જાણવા મળ્યું હતું કે જે ઘરમાં તે ઘૂસ્યો છે તે ઘર રિટાયર્ડ કર્નલનું ઘર છે. રાત્રે આશરે એક વાગ્યે ઘરમાં ઘૂસેલા ચોરને પહેલા ત્રણ દુકાનોમાં ચોરી કરી હતી.ત્યારબાદ તે મણિ નામના રિટાયર્ડ કર્નલના ઘરમાં ઘૂસ્યો હતો. આ સમયે કર્નલ પોતાના પરિવાર સાથે બહરીનમાં હતા. આ ઘટના અંગે બીજુ કે આરે કહ્યું કે, કર્નલ અને તેમનો પરિવાર ગત વર્ષે ડિસેમ્બરના અંતમાં અહીં આવ્યા હતા. તેમનું ઘર ચાર એકરના પ્લોટમાં બનેલું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઘરની સફાઈ કરનાર વ્યક્તિએ જાણકારી આપી હતી કે ત્યાં ચોરી થઈ ગઈ હતી. ચોરની નજર ઘરમાં રાખેલા દારુ ઉપર પડી અને દારું પીધો હતો. ત્યારબાદ તેની નજર કર્નલની સેનાવાળી ટોપી ઉપર પડી હતી.

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, ચોરે દિવાલ ઉપર એક સ્ટીકર લગાવ્યું હતું. જેમાં લખ્યું હતું કે, મે ટોપી જોઈ મને લાગ્યું કે આ ઘર સેનાના કોઈ અધિકારીનું છે. જો મને આ પહેલાથી ખબર હોત તો હું ઘરમાં જ ન ઘૂસ્યો હતો. મેં કંઈ જ ચોર્યું નથી.

ઉલ્લેખનીય છે કે, આ મામલામાં સ્થાનિક પોલીસે કેસ નોંધ્યો છે. પોલીસ અધિકારીના કહેવા પ્રમાણે બની શકે કે ચોર ભટકાવવાના ઉદેશ્યથી લખ્યું હોય. એક જ વ્યક્તિ આ ઘટનામાં છે. સીસીટીવીના આધારે કંઈ જ જાણવા મળ્યું નથી. અમે તેના ફિંગરપ્રિન્ટ લઈ લીધા છે અને તપાસ કરી રહ્યા છીએ.

(12:16 am IST)