News of Thursday, 21st February 2019
ઓલામાં રોકાણ કર્યા પછી બેંક શરૂ કરવાની યોજનાઃ સચિન બંસલ
મીડીયા રીપોર્ટસના જણાવ્યા પ્રમાણે ફિલપકાર્ટના સહ સંસ્થાપક સચિન બંસલ નાણાકીય સેવા ક્ષેત્રમાં રોકાણ કરવાની યોજના રહ્યા છે. અને એમણે બેંક ખોલવાની નિયામકીય જરુરતોને લઇને આરબીઆઇના અધિકારીઓ સાથે પણ વાતચીત કરી છે. આ અઠવાડિયે ઓલામાં રૂ. ૬પ૦ કરોડ રોકાણની ઘોષણા કરવાવાળા બંસલ અન્ય ટેક સ્ટાર્ટઅપ્સ સાથે પણ વાતચીત કરી રહ્યા છે.
(10:03 pm IST)