મુખ્ય સમાચાર
News of Thursday, 21st February 2019

મ.પ્રદેશની મહિલાનો દાવો

પતિએ મને વોટ્સ એપ પર તલાક આપ્યા

ઇંદોર તા. ૨૧ :  મધ્ય પ્રદેશની ૨૧ વર્ષીય મહિલાએ દાવો કર્યો હતો કે દહેજમાં ઓટો રિકશા નહીં લાવવા બદલ તેને તેના પતિએ વોટ્સ એપ પર તલાક આપ્યા હતા. વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તેમને મંગળવારે સાપ્તાહિક જાહેર સુનાવણી દરમિયાન આ ફરિયાદ મળી હતી. ઇંદોરના સિરપુર કંકડ વિસ્તારની મહિલા આફરીન બીએ બુધવારે જણાવ્યું હતું કે તે આ અન્યાય માટે કાનૂની લડાઇ લડશે.

'દહેજમાં ઓટો રિકશા નહીં મળવાથી મારા પતિ શાહરૂખ અન્સારીએ વોટ્સ એપ પર ઓડિયો મેસેજ મોકલીને મને તલાક આપ્યા હતા. મને એમ જાણવા મળ્યું છે કે તે બીજા નિકાહ પણ કરવાનો છે,' એમ મુસ્લિમ મહિલાએ જણાવ્યું હતું. યુનિયન કેબિનેટે મંગળવારે ટ્રિપલ તલાક અંગે ફરીથી વટ હુકમ જારી કર્યો હતો જે અંતર્ગત મુસ્લિમ પુરુષ દ્વારા ટ્રિપલ તલાક આપવાની પ્રથા દંડનીય ગુનો ગણાય છે.(૨૧.૫)

(10:11 am IST)