મુખ્ય સમાચાર
News of Friday, 21st January 2022

દરેક ભારતીયએ ગૌરવ લેવા જેવી બાબત

પીએમ મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા

વડાપ્રધાનને ૭૧ ટકાનું રેટિંગ : બાયડન છઠ્ઠા ક્રમે : ટુડો સાતમા ક્રમે

નવી દિલ્હી તા. ૨૧ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ વિશ્વના લોકપ્રિય નેતાઓના લીસ્ટમાં સૌથી ઉપર છે. વડાપ્રધાન મોદી ૭૧ ટકા રેટીંગ સાથે વિશ્વના નેતાઓના ગ્લોબલ રેટીંગ લીસ્ટમાં ટોચ પર છે. દુનિયાના લોકપ્રિય ૧૩ નેતાઓના લીસ્ટમાં અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન ૪૩ ટકા રેટીંગ સાથે છઠ્ઠા નંબર પર છે. ત્યાર પછી કેનેડાના રાષ્ટ્રપતિ જસ્ટિન ટુડો છે જેમને પણ ૪૩ ટકા રેટીંગ મળ્યા છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરીસનને ૪૧ ટકા રેટીંગ અપાયા છે. જણાવી દઇએ કે નવેમ્બર ૨૦૨૧માં પણ વડાપ્રધાન મોદીનું નામ દુનિયાના લોકપ્રિય નેતાઓના લીસ્ટમાં સામેલ હતું.

મોર્નીંગ કન્સલ્ટ પોલીટીકલ ઇન્ટેલીજન્સ હાલમાં ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, કેનેડા, ફ્રાંસ, જર્મની, ભારત, ઇટલી, જાપાન, મેકસીકો, દક્ષિણ કોરીયા, સ્પેન, યુકે અને અમેરિકામાં રાષ્ટ્રાધ્યક્ષ અનુમોદન રેટીંગ અને દેશની ટ્રેજેકટરી પર નજર રાખે છે. મોર્નિંગ કન્સલ્ટે પોતાની વેબસાઇટ પર કહ્યંુ કે, નવુ અનુમોદન રેટીંગ, ૧૩-૧૯ જાન્યુઆરી ૨૦૨૨ના એકમ કરાયેલ આંકડાઓ પર આધારિત છે. આ વેબસાઇટે મે ૨૦૨૦માં ૮૪ ટકા રેટીંગ સાથે વડાપ્રધાન મોદીને સૌથી વધારે રેટીંગ આપ્યું હતું જે મે ૨૦૨૧માં ઘટીને ૬૩ ટકા થઇ ગયું હતું.

(10:02 am IST)