મુખ્ય સમાચાર
News of Thursday, 21st January 2021

પ્લાસ્ટીકના ઝંડા સામે કેન્દ્ર સખ્ત: ઉપયોગ ન કરવા અંગે એડવાઈઝરી

નવી દિલ્હી તા.21 : ગૃહ મંત્રાલયે પ્રજાસતાક દિન પર્વ પહેલા એક એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં આમજનતાને આગ્રહ કરવામાં આવ્યો છે કે તેઓ પ્લાસ્ટીકમાંથી બનેલા ઝંડાનો ઉપયોગ ન કરે, સાથે સાથે રાજયો અને કેન્દ્ર શાસીત પ્રદેશોને પણ કહેવામાં આવ્યું છે કે તેઓ ફલેગ કોડ ઓફ ઈન્ડીયાનું કડકાઈથી પાલન નિશ્ર્ચિત કરે. એડવાઈઝરીમાં ગૃહ મંત્રાલયે રાજય સરકારોને માત્ર કાગળથી બનેલા ઝંડાના ઉપયોગના બારામાં જન જાગૃતિ કાર્યક્રમ શરૂ કરવા અને ધ્વજની ગરીમા જાળવી રાખવા માટે ખાનગી રીતે તેને ડિસ્પોઝ કરવાનું કહ્યું છે.મંત્રાલયે જાણ્યું છે કે પ્લાસ્ટીકના ઝંડા કાગળના ઝંડાની જેમ બાયોડીગ્રેડીબલ નથી થતા એટલે એ લાંબા સમય સુધી ખતમ નથી થતા આથી પ્લાસ્ટીકથી બનેલા ઝંડાને ડિસ્પોઝ કરવું સમસ્યા છે.ઉલ્લેકનીય છે કે જાહેર સ્થળો પર તિરંગાનાં અપમાન બદલ ત્રણ વર્ષનો કારાવાસ અથવા દંડની સજા છે.

 

(5:11 pm IST)