મુખ્ય સમાચાર
News of Thursday, 21st January 2021

દિલ્હીમાં જવેલર્સમાંથી 25 કિલો સોનાના દાગીનાની ચોરી

સીસીટીવી, સશસ્ત્ર ગાર્ડની હાજરી છતાં પીપીઈ કીટ પહેરી ચોર દાગીના બઠાવી ગયો : પોલીસે 24 કલાકમાં જ 13 કરોડના દાગીના સાથે ઝડપી પાડયો

નવી દિલ્હી : રાજધાની દિલ્હીમાં PPE કિટ પહેરી જ્વેલર્સની દુકાનમાંથી 25 કિલો સોનાના દાગીનાની ચોરીનો મામલો નોંધાયો છે પોલીસે 24 કલાકમાં જ 13 કરોડની કિંમતના સોનાના દાગીની સાથે આરોપી ચોર મોહમ્મદ શેખ નૂરને ઝડપી પાડ્યો છે

પોલીસે આ ચોરી અંગેની વિગત આપતા જણાવ્યું કે આરોપી મોહમ્મદ શેખ નૂક મૂળ પશ્ચિમ બંગાળના હુબલીનો રહેવાસી છે. તે દક્ષિણ-પૂર્વ દિલ્હીના કાલકાજી વિસ્તારમાં ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરે છે.

ગઇકાલે બુધવારે શેખ નૂરે સવારે 11 વાગે આ વિસ્તારમાં મેઇન રોડ પર આવેલા અંજલિ જવેલર્સમાં ચોરી ની વારદાતે અંજામ આપી. હતી ધૂમ સ્ટાઇલમાં થયેલી ચોરી અંગે પોલીસે વધુમાં જણાવ્યું કે આરોપી ચોર બીજી ઇમારતની છત પરથી અંજલિ જવેલર્સમાં પ્રવેશ્યો હતો. નવાઇની વાત એ છે કે આજુબાજુ 5 સશસ્ત્ર ગાર્ડ તહેનાત હતા.

છતાં શેખ નૂર ચોરીની ઘરેણા બેગમાં ભરી ઓટો રિક્ષા દ્વ્રારા આબાદ નીકળી ગયો હતો. અલબત્ત માત્ર 24 કલાકમાં જ પોલીસે તેને પકડી પાડી મુદ્દામાલ કબજે કર્યો. જો કે પોલીસે આટલી ઝડપથી કઇ રીતે ચોરને પકડી પાડ્યો તેની વિગતો સાંપડી શકી નથી

13 કરોડની આટલી મોટી ચોરીની  ઘટનાથી સનસનાટી ફેલાઇ ગઇ હતી અને વિસ્તારના વેપારીઓમાં દહેશત ફેલાઇ ગઇ હતી.આસપાસના લોકોનું કહેવું છે કે દુકાનમાં CCTV કેમેરા અને સશસ્ત્ર ગાર્ડની હાજરીમાં શાતિર ચોર ચોરી કરી નીકળી ગયો અને કોઇને કાનો કાન ખબર પણ ન થઇ

(2:37 pm IST)