મુખ્ય સમાચાર
News of Thursday, 21st January 2021

૯ મહિનામાં લોકોએ PFમાંથી ઉપાડયા ૭૩ હજાર કરોડ

પીએફમાંથી પૈસા ઉપાડવાનો ક્રમ સતત ચાલુ

નવી દિલ્હી, તા., ર૧: કોરોના કાળમાં લોકોએ જરૂર પડયે પોતાના રીટાયરમેન્ટ ફંડનો ઉપયોગ ઉપયોગ કર્યો અને લગભગ  ૭૩૦૦૦ કરોડ રૂપીયા ઇપીએફઓમાંથી ઉપાડી લીધા હતા. ૧ એપ્રિલ ૨૦૨૦ થી ૩૧ ડીસેમ્બર ૨૦૨૦ વચ્ચેના સમયગાળામાં લોકોએ આ પૈસા ઉપાડયા છે.

ઇપીએફઓના રીપોર્ટ અનુસાર કોરોના કાળમાં કાળમાં લગભગ ર કરોડ કર્મચારીઓએ પોતાના રીટાયરમેન્ટ ફંડનો ઉપયોગ કર્યો હતો. ચાલુ નાણાકીય વર્ષમાં જો આ જ ક્રમ ચાલુ રહેશે. ર.૬પ કરોડ કલેમ થઇ શકે છે અને રકમ ૯૭૭૦૦ કરોડ રૂપીયા સુધી પહોંચી શકે છે.

૨૦૧૪માં યુનિવર્સલ એકાઉન્ટ નંબરની શરૂઆત થયા પછી ઇપીએફ અંગેની બધી પ્રક્રિયાઓ સરળ બની ગઇ છે. જો કોઇ કોન્ટ્રીબ્યુટર રીટાયરમેન્ટ પહેલા આ ફંડ ઉપાડવા ઇચ્છે તો નિયમ અનુસાર પ૪ વર્ષ પછી તે રીટાયરમેન્ટના એક વર્ષ પહેલા સુધીમાં ૯૦ ટકા ફંડ ઉપાડી શકે છે. જો કોઇ કોન્ટ્રીબ્યુટર એક મહિનાથી વધારે સમયથી બેરોજગાર હોય તો તે પીએફમાંથી ૭૫ ટકા સુધી ઉપાડી શકે છે. ર મહિનાથી વધારે બેરોજગારી થાય તો તે બાકીના રપ ટકા પણ ઉપાડી શકે છે.

(11:44 am IST)