News of Thursday, 21st January 2021
દક્ષિણ મુંબઈમાં નાર્કોટિકસ બ્યુરોના ચારેકોર દરોડા : કરોડોના ડ્રગ્સ ઝડપાયા : નામચીન ડ્રગ પેડલર ચિંકુ પઠાણ ઝડપાયો
મળતી માહિતી મુજબ દેશના નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરોએ આજે દક્ષિણ મુંબઈમાં સંખ્યાબંધ સ્થળોએ દરોડા પાડયા છે અને કરોડો રૂપિયાની કિંમતના કેફી દ્રવ્યો અને રોકડ કબજે લીધી છે. ડોંગરી વિસ્તારમાં ડ્રગ પેડલર ચિંકુ પઠાણ દ્વારા ચલાવાતું ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ પણ ઝડપી લેવામાં આવ્યું છે. અને ચિંકુ પઠાણની ધરપકડ કરવામાં આવી છે. વિશેષ વિગતો મેળવાઇ રહી છે.
(10:39 am IST)