મુખ્ય સમાચાર
News of Thursday, 21st January 2021

રાહુલ નહિ માને તો ગેહલોટ નવા અધ્યક્ષ ?

રાહુલને અધ્યક્ષ પદ સંભાળવા મનાવવાના પ્રયાસો પરંતુ હજુ સુધી તેઓ માન્યા નથી

નવી દિલ્હી, તા. ૨૧ :. એક તરફ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પોતાના મંત્રી મંડળના વિસ્તરણની તૈયારી કરી રહ્યા છે તો પક્ષનું એક જુથ તેમને દિલ્હી તેડાવવા અને મોટી જવાબદારી સોંપવા તૈયારી કરી રહ્યુ છે. રાહુલ ગાંધીએ હજુ સુધી અધ્યક્ષ પદ સ્વીકારવા હા નથી પાડી ત્યારે પક્ષ હવે ગેહલોટને આ જવાબદારી સોંપે તેવી પણ શકયતા છે. ગેહલોટ ગાંધી પરિવારના વિશ્વાસુ પણ છે.

કોંગ્રેસે કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીની જગ્યાએ પક્ષને કાયમી અધ્યક્ષ મામલે નિર્ણય લેવાનો છે. રાહુલ સમર્થકો તેમને મનાવી રહ્યા છે પરંતુ તેઓ માનતા નથી. આ સંજોગોમાં હવે ગેહલોટ ઉપર પસંદગી ઉતરી રહી છે.

જે પણ કાયમી અધ્યક્ષ બનશે તેણે રાહુલ ગાંધીના કાર્યકાળોનો બાકીનો સમય મળશે. પક્ષના નેતાઓનું માનવુ છે કે જો રાહુલ તૈયાર ન થાય તો હવે કોઈ બીજાને બનાવવા જોઈએ.

સૂત્રોનું માનીએ તો ગયા વર્ષે પણ ગેહલોટને જવાબદારી સોંપવા તૈયારી થઈ હતી પરંતુ તેઓ રાજસ્થાન છોડી દિલ્હી આવવા તૈયાર ન હતા.

(10:06 am IST)