અમેરિકા-ઇરાન વચ્ચે ફરી તણાવ
બગદાદમાં અમેરિકા દુતાવાસ પાસે રોકેટથી કરાયો હુમલો
નવી દિલ્હી,તા.૨૧:ઈરાકમાં અમેરિકી દૂતાવાસ પાસે ફરી એકવાર હુમલો થયો છે. બગદાદમાં ગ્રીન ઝોનમાં અમેરિકી દૂતાવાસ પાસે ૩ રોકેટથી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં જાનહાનિના કોઈ અહેવાલ મળ્યા નથી. બગદાદના ગ્રીન ઝોનમાં કત્યૂષા રોકેટથી હુમલો કરવામાં આવ્યો હતો.
આ રોકેટ બગદાદની બહાર અઝરનિયાહ જિલ્લાથી લોન્ચ કરવામાં આવ્યા હતા. ઈરાની જનરલ કાસિમ સુલેમાનીના મોત બાદ ઈરાન સતત અમેરિકા સાથે બદલો લેવાની ફિરાકમાં છે.
આ પૂર્વે ૪ જાન્યુઆરીએ અમેરિકી દૂતાવાસ પર હુમલો કર્યો. ત્યાર બાદ ૬ જાન્યુઆરીએ અમેરિકી એરબેઝ પર રોકેટ ફાયર કર્યા. ઙ્ગ૮ જાન્યુઆરીએ અલ અસદ, ઈરબિલ સૈન્ય બેઝ પર બેલેસ્ટિક મિસાઈલ ફાયર કરી. ૧૩મી જાન્યુઆરીએ એરબેઝ પર હુમલો, ૧૫ જાન્યુઆરીએ પણ ઈરાકના એરબેઝ પર રોકેટથી હુમલો કર્યો હતો. સતત ઈરાન ઈરાકમાં અમેરિકી દૂતાવાસ અને એરબેઝને ટાર્ગેટ કરી રહ્યું છે.