News of Monday, 20th January 2020
મેંગલુરુ એરપોર્ટ પર લેપટોપ બેગમાંથી જીવતો બોમ્બ મળી આવતા અફરાતફરી
એક શંકાસ્પદ વ્યક્તિએ લેપટોપ બેગ એરપોર્ટમાં મુકી: પોલીસે જાહેર કર્યા CCTV
કર્ણાટકના મેંગલુરૂ એરપોર્ટ પરથી સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (સીઆઈએસએફ) ને એક લેપટોપ બેગમાંથી આઇ.ઇ.ડી.મળી આવતા દોડધામ મચી જવા પામી હતી.
સીઆઈએસએફના ડીઆઈજી અનિલ પાંડેએ જણાવ્યું હતું કે, અમને મેંગલુરૂ એરપોર્ટ પર ટિકિટ કાઉન્ટર પર બેગમાંથી ઇમ્પ્રુવ્લિસ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (આઈઈડી) ના પુરાવા મળ્યા હતા. જેને સુરક્ષિત રીતે એરપોર્ટની બહાર લઈ જવામાં આવ્યો હતો.
ડીઆઈજી અનિલ પાંડેએ જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજ મુજબ, એક શંકાસ્પદ વ્યક્તિએ લેપટોપ બેગ મેંગલુરૂ એરપોર્ટ પર મૂકી હતી અને તે ચહેરો છૂપાવીને ઓટોમાં જતા જોવા મળ્યો હતો.
(1:10 am IST)