મુખ્ય સમાચાર
News of Monday, 21st January 2019

અકિલાના મોભીઓ શ્રી કિરીટભાઇ, શ્રી અજિતભાઇ અને શ્રી રાજેશભાઇ ગણાત્રાનો કલાપ્રેમ જ ''અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ - ગુજરાત્રી'' પાછળનો પ્રેરણાસ્ત્રોત

અકિલાનાં મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાને બેન્જો સહિતના વાજિંત્રો વગાડવાની ફાવટ હતી. સંગીતમાં આજે પણ તેમને ઊંડો રસ. શોખ ખાતર જ કરાઓકેમાં ગીતો ગાઈને દોસ્તો તથા શુભેચ્છકો વચ્ચે તેઓ મુકતા હોય છે. બહુ ઓછા લોકોને ખ્યાલ છે કે, અકિલાના તંત્રી શ્રી અજિતભાઈ ગણાત્રા એક જમાનામાં ખૂબ સારા ગીતો લખતા અને બહુજ સારી રીતે માઉથ ઓર્ગન પણ વગાડતા. એજ રીતે શ્રી રાજેશભાઈને પણ જુના ફિલ્મી ગીતો અને ફિલ્મો જોવાનો ખુબજ શોખ હતો. સંજોગો અને નિયતિને કારણે તેઓ વ્યવસાય તરીકે ગીત-સંગીત કે કળાને પસંદ ન કરી શકયા. અકિલાના એકિઝકયુટિવ એડિટર નિમિશભાઈ ગણાત્રાએ આ ત્રણેય વડીલની ભીતર ધબકતા કલાકાર જીવને આત્મસંતોષ આપવા અને એક પ્રકારે સલામી આપવા જ ''અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ - ગુજરાત્રી''ની શરૂઆત કરી છે. વડીલોનો કલાપ્રેમ ખુદ નિમિશભાઈમાં પણ ઉતરી આવ્યો છે, તેમને પણ કલા પ્રત્યે સોફ્ટ કોર્નર છે. આમ, આ આયોજન કોઈ વ્યાવસાયિક જલસો નથી. પરંતુ, ખરા હૃદયથી શરૂ થયેલું આર્ટનું અનુષ્ઠાન છે.

(11:32 am IST)