મુખ્ય સમાચાર
News of Monday, 21st January 2019

પાકિસ્તાનમાં રુઆબભેર રહે છે હિન્દૂ રાજપૂત પરિવાર : આગતાસ્વાગતા કરવા લાગે છે મુસલમાનોની લાઈન

પાકિસ્તાનમાં હિન્દુઓની હાલત કોઈથી છુપી નથી કયારેક કોઈ હિન્દુને મારી નખાય છે તો કયારેક કોઈ હિન્દુને જબરજસ્તીથી ધર્મ પરિવર્તન કરાવાઈ છે ત્યારે એક રાજપૂત પરિવાર છે જે પુરી આન બાન અને શાનથી રહે છે પાકિસ્તાનમાં આ શાહી પરિવારનો એટલો રુઆબ છે કે ત્યાંના લોકો સ્તબ્ધ થઇ જાય છે આ વાત છે ઉમરકોટ રિયાસતના પ્રિન્સ કરણીસિંહનીભારત-પાકિસ્તાનના ભાગલા બાદ કેટલાય રિયાસત પાકિસ્તાનનો હિસ્સો બની છે તેમના એક ઉમરકોટ પણ છે

  ભાગલા સમયે રાણા ચંદ્રસિંહ ત્યાંના રાજા હતા ,હમીરસિંહ કરણી તેના પુત્ર છે અને તેના દીકરા કરણીસિંહ છે કરણીસિંહના લગ્ન 2015માં રાજસ્થાનની પ્રિન્સેસ પદ્મિની સાથે થયા છે આ લગ્નમાં બોલીવુડની કેટલીય હસ્તીઓ સામેલ હતી

   પ્રિન્સ કરણીસિંહને શિકારનો શોખ છે તેના બોડીગાર્ડ હંમેશા એકે-47 રાયફલ અને શોટગન સાથે રાખે છે ,રાણા ચંદ્રસિંહ સાત વખત સાંસદ અને કેન્દ્રીય મંત્રી રહી ચુક્યા છે તે પૂર્વ વડાપ્રધાન જુલ્ફીકાર અલી ભુટ્ટોના નજીકના મિત્ર હતા

   બાદમાં તેમણે અલગ હિન્દૂ પાર્ટી બનાવી,જેનો ઝંડો કેસરિયા રંગનો હતો અને ઓમ અને ત્રિસુલ નિશાન હતું રાણા ચન્દ્રસિંહનું વર્ષ 2009માં નિધન થયું હતું ત્યારબાદ તેના પુત્ર હમીરસિંહ કરણી પણ રાજનીતિમાં સક્રિય છે પ્રિન્સ કરણીસિંહ તેના પીટર્સ સાથે ચૂંટણી પ્રચારમાં પણ જોવાઈ છે

(12:00 am IST)