મુખ્ય સમાચાર
News of Monday, 21st January 2019

વિપક્ષનું ગઠબંધન એટલે :વર વગરની જાન : સેનામાં સેનાપતિનું ઠેકાણું નથી : ભાજપની વિજય સંકલ્પ રેલીમાં શિવરાજસિંહના પ્રહાર

મધ્યપ્રદેશમાં અધૂરી સરકાર ,અપંગ સરકાર છે. ખબર નહીં ક્યાં સુધી ચાલશે અને ક્યારે પડી જશે?

નવી દિલ્હી :રાજધાની દિલ્હીના રામલીલા મેદાનમાં રવિવારે ભાજપની વિજય સંકલ્પ રેલી આયોજિત થઈ. જેમાં નમો અગેઈનના નારાને પણ બુલંદ કરાયો હતો વિજય સંકલ્પ મહારેલીને મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજસિંહે સંબોધિત કરતા કોંગ્રસ પર આકરા પ્રહાર કર્યા હતા.

   શિવરાજ સિંહ ચૌહાણે આગામી લોકસભાની ચૂંટણી માટે વિપક્ષ દ્વારા કરાયેલા ગઠબંધનને વર વિનાની જાન ગણાવી. અને કહ્યું કે સેનામાં સેનાપતિનું કોઈ ઠેકાણુ નથી, અને જાન તૈયાર છે. વર વિનાની જાન તૈયાર થઈ રહી છે. તેમણે કહ્યું કે, આ ગઠબંધન ક્યા સુધી ટકી રહેશે, તેનું કોઈ ઠેકાણુ નથી.

    શિવરાજ સિંહે એમપીની કમલનાથ સરકાર અને કોંગ્રેસને નિશાને લેતા જણાવ્યું કે મધ્યપ્રદેશની ચૂંટણીમાં કંઈ સમજાયું નહીં, ભાજપને વધુ મત મળ્યા, પરંતુ પાંચ સીટો કોંગ્રેસને વધુ મળી હતી. મધ્યપ્રદેશમાં અધૂરી સરકાર છે, અપંગ સરકાર છે. ખબર નહીં ક્યાં સુધી ચાલશે અને ક્યારે પડી જશે?

(12:00 am IST)