મુખ્ય સમાચાર
News of Thursday, 10th June 2021

રાજકોટમાં કોરોનાની ર૪ હોસ્પીટલો બંધ કરી દેવાઇ

સરકારી અને ખાનગી કુલ ર૪ હોસ્પીટલમાં ૦ દર્દીઃ કલેકટર-કોર્પોરેશન દ્વારા અપાતી મંજૂરી : સૌરાષ્ટ્ર યુનિ.-ગીરીરાજ-ગુરૂકુળ-ઓલમ્પસ-પ્લેકસસ-કેસર જીવન-લાઇફ લાઇન-સેલસ સહિતની માતબર ખાનગી હોસ્પીટલોને મંજૂરી અપાઇ

રાજકોટ તા. ૧૦ :.. કોરોના માત્ર થી ૧૦ ટકા રાજકોટ શહેર-જીલ્લામાં રહ્યો છે, ખાનગી - સરકારીમાં પાા હજાર બેડ ખાલી છે, શહેર-જીલ્લો થઇને હળવા લક્ષણવાળા માત્ર ૪પ થી પ૦ દર્દી આવી રહ્યા છે, મોતની સંખ્યા ઝીરો (કોવીડ કમિટી મુજબ) થઇ ગઇ છે, અને તેના પરિણામે રાજકોટ શહેર - જીલ્લાની ર૪ જેટલી ખાનગી અને સરકારી હોસ્પીટલોને બંધ કરવા અંગે કલેકટર તંત્ર અને કોર્પોરેશનના તંત્રે મંજૂરી આપી દિધાનું કલેકટર તંત્રના અધિકારી સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.

સાધનોના જણાવ્યા મુજબ રાજકોટની જે સરકારી-પ્રાયવેટ હોસ્પીટલો બંધ થઇ તેમાં સૌરાષ્ટ્ર યુનિ.નું કન્વેશન સેન્ટર, સૌરાષ્ટ્ર વેલવીશ (અમૃત ઘાયલ હોલ), ગીરીરાજ મલ્ટી સ્પેશયાલીટી હોસ્પીટલ, ગુરૂકુળ હોસ્પીટલ, ઓલમ્પસ હોસ્પીટલ, પ્લેકસસ કોવીડ કેર, કેસરજીવન, રાજગોર બ્રાહ્મણ સમાજવાડી, લાઇફ લાઇન મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલ, સેલસ હોસ્પીટલનો સમાવેશ થાય છે. ઉપરોકત તમામ ૧૦ હોસ્પીટલમાં કોરોનાના કુલ ૩૮૪ બેડ હતા, જે હાલ તમામ ખાલી છે.

જયારે રાજકોટ જીલ્લાની સરકારી - પ્રાયવેટ હોસ્પીટલો જે બંધ થઇ તેની વિગતો જોઇએ તો ધોરાજી-આરોગ્ય કેન્દ્ર, કોટડાની ગર્લ્સ હાઇસ્કુલ, વીંછીયાની શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, બી. જી. ગેરૈયા, હોસ્પીટલ, એમ. એમ. યાર્મ પ્રા. લી., લાઇફ કેર હોસ્પીટલ, રામાણી જનરલ હોસ્પીટલ, માંડવરાય હોસ્પીટલ (ચારેય જસદણ), ધોરાજીનું વિઘનહર્તા કોવીડ કેર, ગોંડલનું ડેડીકેટેડ શ્રીજી કોવીડ કેર સેન્ટર, જેતપુરની વિનાયક હોસ્પીટલ, જેતપુર આર. પી. બદિયાણી, પડધરીનું સદ્ગુરૂ કોવીડ કેર સેન્ટર, અને સરધારની શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલનો સમાવેશ થાય છે.

ઉપરોકત ૧૪ હોસ્પીટલમાં કુલ ૬૯૩ બેડ હતા તે તમામ ખાલી છે, અને પરીણામે તમામ ર૪ કોરોના હોસ્પીટલ બંધ કરી દેવાયાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

(3:12 pm IST)