News of Thursday, 10th June 2021
રસી લીધા બાદ મારૂ મોત થશે તો દેવુ પડશે વળતરઃ વીડીયો વાયરલ
રાજસ્થાનમાં યુવકે મેડીકલ ટીમ પાસે સ્ટેમ્પ ઉપર લખાણ માંગ્યુ
કોટડા : આદિવાસી વસ્તીના રાજસ્થાનના કોટડા ક્ષેત્રમાં ડી ગાવરી કલા ગ્રામ પંચાયતમાં બુધવારે રસીકરણ માટે પહોચેલ ટીમને યુવકે ધમકાવી સ્ટેમ્પર ઉપર લખીને રસી બાદ મોત નહી થાય તેવું જણાવેલ.
દરમિયાન સ્થાનિક લોકો અને ડોકટરો કર્મીઓ દ્વારા બનાવાયેલ વિડીયો વાયરલ થયેલ. રસીકરણ માટે મેડીકલ ટીમ ખુબ જ મુશ્કેલી પડી રહી છે. ગયા દિવસોમાં ઉમરીયામાં પણ એક કોરોના પોઝીટીવ વ્યકિત દવા અને હોમ આઇસોલેશન માટે પહોંચેલ ટીમ ઉપર યુવકે બંધુક લઇને પીછો કરવાની ઘટના પણ સામે આવેલ.
(1:06 pm IST)