મુખ્ય સમાચાર
News of Wednesday, 7th April 2021

મુકેશ અંબાણી અને અનિલ અંબાણી સહીત આખા પરિવારના સભ્યોને સેબીએ ફટકાર્યો 25 કરોડનો દંડ

સેબીએ બે દાયકા જુના કેસમાં ઇક્વિટી શેર ઇશ્યૂ સંબંધિત અનિયમિતતાને લઈને દંડ ફટકાર્યો

મુંબઈ : ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડે (SEBI) રિલાયન્સ પરિવારના અગ્રણી મુકેશ અંબાણી, અનિલ અંબાણી, નીતા અંબાણી, ટીના અંબાણી અને અન્ય કેટલાક વ્યક્તિઓ પર બે દશકા જૂના કેસમાં 25 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા જાન્યુઆરી 2000માં 12 કરોડ ફાળવણી કરનારાને શેર દીઠ રૂ .75 ની કિંમતે 38 ઇક્વિટી શેર ઇશ્યૂ સંબંધિત અનિયમિતતા અંગે ટેકઓવર રેગ્યુલેશન્સ 11 (1) ની જોગવાઈઓના ભંગ માટે દંડ ફટકારવામાં આવ્યો છે.

દેશના સૌથી અમીર વ્યક્તિ અને તેમના પરિવારના સભ્યો અને તેમના સાથે જોડાયેલી સંસ્થાઓને સેબીએ ઇક્વિટી શેર ઇશ્યૂ સંબંધિત અનિયમિતતાને લઈને દંડ ફટકાર્યો છે, જ્યારે તેમને રિલાયન્સમાં પોતાની ભાગીદારીમાં લગભગ સાત ટકા હિસ્સો વધારી દીધો હતો.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીજે આ ટિપ્પણીના અનુરોધનો કોઈ જ જવાબ આપ્યો નથી. સેબીએ પોતાના આદેશમાં કહ્યું, “સાર્વજનિક જાહેરાત કરવામાં તેમની નિષ્ફળતાના કારણે અંબાણી અને અન્ય લોકોને કાનૂની અધિકારો/ કંપનીમાંથી બહાર નિકળવાથી વંચિત કરી દીધા”

(10:27 pm IST)