મુખ્ય સમાચાર
News of Wednesday, 7th April 2021

અમારી વેકસીનમાં બૂસ્ટર ડોઝ નહીં લેવો પડેઃ આદર પૂનાવાલા

મુંબઈ, તા.૭: નેટવર્ક ૧૮ અને ફેડરલ બેંક તરફથી દેશમાં વિશ્વ આરોગ્ય દિવસ ના પ્રસંગે કોરોનાને ફેલાતો અટકાવવા માટે જરૂરી રસી પ્રત્યે જાગૃતિ લાવવા માટે સંજીવની અભિયાન શરૂ કર્યું છે. બુધવારે ભારત-પાકિસ્તાન સરહદ સ્થિત અટારી બોર્ડર ખાતેથી શરૂ કરવામાં આવેલા આ ખાસ કાર્યક્રમમાં CNN-NEWS18 તરફથી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના CEO આદર પૂનાવાલા સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.

આ દરમિયાન આદર પૂનાવાલાએ દાવો કર્યો હતો કે તેમની કંપની તરફથી બનાવવામાં આવેલી વેકસીન- Covishield લેનાર કોઈ પણ વ્યકિતએ બૂસ્ટર ડોઝ લેવાની જરૂરિયાત નહીં પડે. અમુક મહિનાઓ પહેલા કોરોનાને ન્યૂરોલોજિકલ સમસ્યા સાથે જોડવામાં આવતો હતો. હવે લોહીના ગઠ્ઠા થઈ જવાની વાત કરવામાં આવી રહી છે.

કાર્યક્રમ દરમિયાન આદર પૂનાવાલાએ જણાવ્યું કે, અલગ અલગ દેશના સ્વાસ્થ્ય મંત્રાલયો, વિશ્વ આરોગ્ય સંસ્થાની તપાસની સાથે સાથે હું જાતે પણ તપાસમાં લાગ્યો છું. પૂનાવાલાએ કહ્યુ કે, અમુક વેકસીનમાં બૂસ્ટર ડોઝની જરૂર પડે છે. અમારી વેકસીમાં કોઈ જ બૂસ્ટર ડોઝની જરૂર નહીં પડે.

(3:27 pm IST)