મુખ્ય સમાચાર
News of Wednesday, 7th April 2021

કોઈની ધાર્મિક લાગણી દુભાવવી એ વાણી સ્વાતંત્ર્ય ન કહેવાય : રામ મંદિર વિષે કથિત ટિપ્પણી કરનાર પોપ્યુલર ફંડ ઓફ ઇન્ડિયા (PFI) ના કાર્યકર મોહમ્મદ નૈમની આગોતરા જામીન અરજી અલ્હાબાદ હાઇકોર્ટે ફગાવી

અલ્હાબાદ : પોપ્યુલર ફંડ ઓફ ઇન્ડિયા (PFI)  ના કાર્યકર મોહમ્મદ નૈમનીએ રામ મંદિર અંગે  કરેલી કથિત ટિપ્પણી સામે અનીલકુમાર નામક નાગરિકે અલ્હાબાદ હાઇકોર્ટમાં નોંધાવેલી ફરિયાદ મામલે આરોપીએ નામદાર કોર્ટ સમક્ષ વચગાળાના જામીન માટે કરેલી અરજી કોર્ટે ફગાવી દીધી છે.જે અંતર્ગત નામદાર કોર્ટના મંતવ્ય મુજબ કોઈની ધાર્મિક લાગણી દુભાવવી તેને  વાણી સ્વાતંત્ર્ય ન કહેવાય .

સિંગલ જજની ખંડપીઠના જસ્ટિસ શ્રી ચંદ્ર ધારી સિંહે જણાવ્યું હતું કે ધર્મનિરપેક્ષ રાજ્યમાં ભાષણ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, સાથી નાગરિકોની ધાર્મિક લાગણીઓ અને માન્યતાઓને દુભાવવાનું  લાઇસન્સ આપતી નથી .

 PFI કાર્યકર મોહમ્મદ નૈમએ  કથિત રૂપે અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ સમારોહ વિરુદ્ધ નિવેદનો આપ્યા હતા અને મુસ્લિમોને આગળ આવવા વિનંતી કરી હતી. બાબરી મસ્જિદની જગ્યાને સુરક્ષિત કરવા અપીલ કરી હતી.

જેના અનુસંધાને કોર્ટે નોંધ્યું હતું  કે અરજદાર દ્વારા એક ધર્મ અથવા સમુદાયને લગતી ટિપ્પણીઓ / પ્રચાર એક સમુદાય અથવા જૂથને અન્ય સમુદાય સામે ઉશ્કેરવામાં સમાન  હતા.તેથી,પ્રાથમિક  તબક્કે, આઇપીસી કલમ 153  હેઠળ શિક્ષાપાત્ર ગુનો બને છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(11:41 am IST)