મુખ્ય સમાચાર
News of Wednesday, 7th April 2021

કોરોના રસીની ઉત્પાદન ક્ષમતા વધારવા 3,000 કરોડની જરૂર પડશે.: પુનાવાલા

કોવિશિલ્ડ વેક્સિનની ઉત્પાદન ક્ષમતા જૂનથી પ્રતિ માહ 11 કરોડ સુધી વધારાશે

મુંબઈ :સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા (એસઆઈઆઈ) ના સીઇઓ પૂનાવાલાએ જણાવ્યું હતું કે કોવિડ -19 ની વેક્સિનની ઉત્પાદન ક્ષમતા વધારવા રૂ. 3,000 કરોડની જરૂર પડશે.

પૂનાવાલાએ એક ટીવી ચેનલને કહ્યું,અમને આશરે 3,000 કરોડ રૂપિયાની જરૂર છે. જે કોઈ નાનો મોટો આંકડો નથી. કારણ કે અમે પહેલાથી જ હજારો કરોડનો ખર્ચ કર્યો છે. અમારે અમારી ક્ષમતા વધારવા માટે અમારા નવા માર્ગોનું અન્વેષણ કરવું પડશે.” તેમણે જણાવ્યું હતું કે કંપનીને આશા છે કે કોવિશિલ્ડ વેક્સિનની ઉત્પાદન ક્ષમતા જૂનથી પ્રતિ માહ 11 કરોડ સુધી વધારવામાં આવશે.

પૂનાવાલાએ જણાવ્યું હતું કે કંપની દરરોજ 20 લાખ ડોઝ ઉત્પન્ન કરે છે. તેમણે જણાવ્યું હતું કે, “અમે એકલા ભારતમાં 10 કરોડથી વધુ ડોઝ આપ્યા છે અને અન્ય દેશોમાં આશરે 6 કરોડ ડોઝનો નિકાસ કર્યા છે." સીરમ ઇન્સ્ટિટ્યુટ સાથે અન્ય વેક્સિન ઉત્પાદકો પણ સરકારની નફો ન લેવાની વાત સાથે સંમત થયા છે.

તેમણે કહ્યું કે દુનિયામાં કોઈ અન્ય વેક્સિન કંપની આવા ભાવોમાં વેક્સિન આપતી નથી. પૂનાવાલાએ અન્ય ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે સીરમ ઇન્સ્ટિટ્યુટ ભારતની અસ્થાયી જરૂરિયાતોને અન્ય લોકોની તુલનામાં પ્રાધાન્ય આપે છે. કંપની હાલમાં દર મહિને છ થી સાત કરોડની વેક્સિનનું ઉત્પાદન કરે છે

(10:19 am IST)