મુખ્ય સમાચાર
News of Wednesday, 7th April 2021

રાત્રી કફર્યુના કારણે ફરી શરૂ થઇ શકે છે પલાયન

રેસ્ટોરન્ટો અને શો રૂમોમાંથી કામદારો ભાગવા લાગ્યા

મુંબઇ, તા.૭: મુંબઇ સહિત આખા મહારાષ્ટ્રમાં રિટેલ પ્રતિષ્ઠાનો, મોલ, મલ્ટીપ્લેક્ષ, વાહન ડીલરો અને ખાવા પીવાની દુકાનો બંધ થવાથી રાજયમાંથી ફરી એકવાર પલાયન શરૂ થઇ શકે છે. ઔદ્યોગિક એકમો ઉચ્ચ અધિકારીઓએ આવો ભય વ્યકત કર્યો છે. ગયા વરસે કોરોના પર નિયંત્રણો માટે લગાવાયેલ લોકડાઉનથી મહારાષ્ટ્ર સહિત આખા દેશના મોટા શહેરોમાંથી પોતાના ગામ જવા કામદારો નીકળી પડયા હતા. દિલ્હીએ પણ આજ રાતથી કર્ફયુની જાહેરાત કરી દીધી છે જેના લીધે બાર, રેસ્ટોરન્ટ અને પબ જેવા મોડી રાત સુધી ચાલતા ધંધાઓ પણ અસર થશે.

ઇમ્પ્રેઆરીયો એન્ટરટેઇનમેન્ટ એન્ડ હોસ્પિટાલીટીના સીઇઓ અને એમ ડી રિયાઝ અમલાણીએ કહયું કે મુંબઇ અને દિલ્હીમાં રેસ્ટોરન્ટોનો ધંધો મોડી સાંજે જ થાય છે. મુંબઇમાં બિન જરૂરી રીટેલ પ્રતિષ્ઠાનો પર એક મહીનો પ્રતિબંધો મુકાયા છે તો દિલ્હીમાં રાત્રીના ૧૦ વાગ્યાથી કર્ફયુ જાહેર કરાયો છે. ટેક-અવે રેસ્ટોરન્ટોમાં બેસીને જમવાનો વિકલ્પ નથી હોતો. મુંબઇ જેવા શહેરોમાં ખાવા-પીવાની વસ્તુઓની હોમ ડીલીવરીમાં પણ લીમીટ હોય છે. ત્યારે અમારી પાસે શું વિકલ્પ બાકી રહયા છે.

(10:17 am IST)