મુખ્ય સમાચાર
News of Wednesday, 7th April 2021

સીએઆઈટીએ ગ્રાહકો માટે માસ્ક પહેરવું ફરજિયાત કર્યું

કોરોનાનો પ્રકોપ વધતાં હવે વેપારી સંગઠનો મેદાનમાં : વેપારીઓને સતર્કતા સાથે વેપાર કરવા સંગઠનની સુચના, લોકોમાં જાગૃતી માટે પણ પગલાં લેવા માટે અપીલ કરી

નવી દિલ્હી, તા. :  વેપારીઓના સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ દ્વારા હવે કોરોનાના વધતા સંક્રમણને લઈને ગ્રાહકો માટે પણ માસ્ક પહેરવાનુ ફરજિયાત બનાવાયુ છે.

સંગઠને પોતાના સભ્ય એવા દેશના સાત કરોડ વેપારીઓને અપીલ કરી છે કે, કોઈ પણ ગ્રાહક માસ્ક વગર દુકાન પર આવે તો તેને સામાન આપવો નહીં અને તેને દુકાનમાં પ્રવેશ પણ ના કરવા દેવો.

કેટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી સી ભરતિયાએ કહ્યુ હતુ કે, કોરોના સંક્રમણની તેજીને જોતા વેપારીઓને સતર્કતા વરતીને વેપાર કરવા માટે કહેવામાં આવ્યુ છે.વેપારીઓને સોશિયલ મીડિયાના માધ્યમથી સમજાવવામાં આવી રહ્યા છે.વેપારીઓને બોર્ડ લગાવવા માટે પણ કહેવાય છે.વેપારીઓએ પોતે કોરોના સામે જાગૃતિ લાવવાની પહેલ કરવી પડશે.સાથે સાથે પોતાના કર્મચારીઓ અને દુકાનમાં આવનારા ગ્રાહકોને પણ માટે સમજાવવા પડશે.જો વેપારને સુરક્ષિત રાખવો હશે તો વેપારીઓએ પણ સુરક્ષિત રહેવુ પડશે.

જો વેપારી , દુકાનદાર અને કર્મચારીમાંથી કોઈ એક લાપરવાહ રહેશે તો તેનુ પરિણામ બાકીના બેને ભોગવવાનુ છે.એટલે જાગૃતિ અને નિયમોનુ કડકાઈથી પાલન જરુરી છે.

(12:00 am IST)