મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd February 2021

ગુજરાત છે મક્કમ, ભાજપ સાથે અડીખમ

છ એ છ મહાનગરોમાં કેસરિયો વિજય વાવટો

કોર્પોરેશનોમાં પુનરાવર્તનનો પ્રકાશ, કોંગ્રેસનો રકાસ : કુલ ૫૭૬ પૈકી ૨૭૮ બેઠકો પર ભાજપની જીત, કોંગ્રેસને ૫૮ : 'આપ' ૧૩ બેઠકો પર વિજય માર્ગે : ગણતરી ચાલુ : પળેપળે પલટાતા આંકડા

રાજકોટ તા. ૨૩ : આજે ગુજરાતના ૬ મહાનગરો રાજકોટ, જામનગર, ભાવનગર, અમદાવાદ, સુરત અને વડોદરાનું પરિણામ જાહેર થતા છએ છ મહાનગરોમાં ભાજપની સત્તાનું પુનરાવર્તન સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. સાંજ સુધીમાં સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થઇ જશે પણ તમામ કોર્પોરેશનોમાં ભાજપની સત્તા જળવાઇ રહે તેટલી બહુમતી બપોર સુધીમાં જ મળી ચૂકી છે. વિજયભાઇ રૂપાણીની સરકારને ભારે સફળતા મળી છે.

ગુજરાત છે મક્કમ, ભાજપ સાથે અડીખમ સૂત્ર આજના પરિણામથી સાર્થક થયું છે.

રાજ્યમાં છએ છ કોર્પોરેશનોમાં કોંગ્રેસની બેઠકોના ઘટાડા સાથે કરૂણ રકાસ થયો છે. આમ આદમી પાર્ટી કયાંક કીંગ કે કીંગમેકર બની શકી નથી પણ ત્રીજા બળ તરીકે માથું ઉંચકયું છે. સુરતમાં ૪ બેઠકો મેળવી છે અને વધુ મેળવે તેવી સંભાવના છે.

આજના પરિણામે મહાનગરોના બહુમતી મતદારોનું માનસ ભાજપ તરફી જ હોવાનું સ્પષ્ટ કરી દીધું છે.

અમદાવાદ

દાણીલીમડા અને દરિયાપુર વોર્ડમાં કોંગ્રેસની પેનલ જીતી છે. હાલના ટ્રેન્ડમાં

બહેરામપુરામાં ઓવૈસીની AIMIM ૩, જયારે ભાજપ ૭૬ બેઠક પર અને ૧૮ બેઠક પર કોંગ્રેસ આગળ છે. કેજરીવાલની AAP અને ઓવૈસીની AIMIMને અમદાવાદની જનતાએ એન્ટ્રી પણ થવા દીધી નથી.

અમદાવાદના બહેરામપુરા વોર્ડમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMએ હારનો સામનો કરવો પડ્યો છે. જણાવી દઇએ કે પહેલીવાર AIMIM ગુજરાતમાં સ્થાનિક ચૂંટણી લડી રહી છે. સૈજપુર બોધા, ખોખરા, નવરંગપુરા, જોધપુર,થલતેજ, સરદારનગર અને વસ્ત્રાલમાં ભાજપની પેનલ જીતી છે. હાલના ટ્રેન્ડમાં બહેરામપુરામાં ઓવૈસીની AIMIM ૩, જયારે ભાજપ ૬૫ બેઠક પર અને ૧૦ બેઠક પર કોંગ્રેસ આગળ છે.

ખોખરા, નવરંગપુરા, જોધપુર, થલતેજ અને વસ્ત્રાલમાં ભાજપની પેનલ જીતી છે. અમદાવાદના વસ્ત્રાલ વોર્ડમાં ભાજપની પેનલની જીત થઈ છે. સાથે જ ભાજપે થલતેજમાં પણ જીત હાંસલ કરી છે. જોધપુર વોર્ડમાં અને નવરંગપુરામાં પણ ભાજપ જીતી છે. જીત સાથે જ ભાજપના કાર્યકરોએ ઉજવણી કરી હતી. અમદાવાદના થલતેજ વોર્ડમાં ભાજપનો વિજય થયો. AIMIM અમદાવાદના બે વોર્ડમાં આગળ છે. કોંગ્રેસની અને AIMIMના ઉમેદવાર અમદાવાદની એક સીટ પર હરિફાઇ ચાલુ છે. આમ આદમી પાર્ટી ગુજરાતના ૮ વોર્ડમાં આગળ છે.શરૂઆતમાં ભાજપ ૬૨ બેઠક પર અને ૧૦ બેઠક પર કોંગ્રેસ આગળ છે. જયારે જોધપુર વોર્ડના કાર્યકરો ઢોલ લઈને ઉજવણી માટે પહોંચી ગયા છે.

દાણીલીમડામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી રહી છે. મતગણતરીમાં શરૂઆતના ટ્રેન્ડમાં બહેરામપુરામાં ઓવૈસીની AIMIM આગળ ચાલી રહી છે. શરૂઆતના ટ્રેન્ડમાં બહેરામપુરામાં ઓવૈસીની AIMIM, જયારે દાણીલીમડામાં ભાજપ અને કોંગ્રેસ ૨-૨ બેઠક પર આગળ છે.

શરૂઆતના ટ્રેન્ડમાં અમદાવાદની બે બેઠકો પર આમ આદમી પાર્ટી અને એક પર AIMIM આગળ ચાલી રહી છે.મતગણતરીમાં શરૂઆતના ટ્રેન્ડમાં બહેરામપુરામાં ઓવૈસીની AIMIM આગળ, ભાજપ ૩૬ અને કોંગ્રેસ ૪માં આગળ છે. શરૂઆતના ટ્રેન્ડમાં બહેરામપુરામાં ઓવૈસીની AIMIM, દાણીલીમડા, ગોતા, દરિયાપુર અને ચાંદખેડા વોર્ડમાં કોંગ્રેસ, જયારે જોધપુર, અસારવા, સૈજપુર બોધા, નવા વાડજ , બાપુનગર, વસ્ત્રાલ, નિકોલ, ખોખરા અને ગોતા વોર્ડમાં ભાજપની પેનલ આગળ છે. શરૂઆતમાં ભાજપ ૪૬ બેઠક પર અને ૬ બેઠક પર કોંગ્રેસ આગળ છે.

સુરત

ભાજપના સેલિબ્રિટી જેવા નામ ધરાવતા ગીતા રબારી અને ડિમ્પલ કાપડીયાની પણ જીત થઈ છે. વોર્ડ નંબર ૧૪,૨૧ અને ૨૩માં ભાજપની પેનલની જીત થઈ છે.વોર્ડ નંબર ૪,૧૩ અને૧૬માં આમ આદમી પાર્ટીનો વિજય થયો છે.સુરતમાં આમ આદમી પાર્ટી અને ભાજપે ૩-૩ વોર્ડમાં જીત મેળવી છે જયારે સુરતમાં કોંગ્રેસના સુપડા સાફ થયાં છે. પુણા વિસ્તારમાં કોંગ્રેસના ચારેય કોર્પોરેટરો હતા પરંતુ આ વખતની ચૂંટણીમાં આ વિસ્તારમાં કોંગ્રેસ કયાંય સ્પર્ધામાં દેખાયું નથી. મતગણતરી પૂરી થતાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીતી ગયા છે.

ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું ખાતુ ખુલી ગયું છે. સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૬ની ચારેય સીટો અને વોર્ડ નંબર ૪ની તમામ સીટો પર આમ આદમી પાર્ટીએ જીત નોંધાવી છે.

કુલ ૪૮૪ ઉમેદવારો વચ્ચે ખેલાયેલા જંગમાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર ચાલી રહી છે. ભાજપ હાલ ૪૦ બેઠકો પર આગળ ચાલી રહ્યું છે જયારે કોંગ્રેસ ૧૦ બેઠક પર અને પાટીદારોએ કોંગ્રેસના પંજાનો સાથ છોડીને આમ આદમી પાર્ટીનું ઝાડું પકડ્યું હોય તેમ ૧૮ બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.

વડોદરા

વડોદરામાં સતત ચોથી વખત ભાજપે સત્તા કબજે કરી, ભાજપની સૌથી યુવા મહિલા ઉમેદવાર ભૂમિકા રાણાની જીત, ભાજપ ૪૯ બેઠકો પર જીત સાથે સૌથી આગળ, કોંગ્રેસનો ફરીથી સફાયો થયો છે.

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની સતત ચોથી વખત ભાજપે સત્તા પર કબજો કર્યો છે. વડોદરામાં અત્યાર સુધીમાં ૪૯ બેઠક પર ભાજપનો વિજય થયો છે. જયારે ૭ બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. આમ ભાજપે વડોદરા મહાનગરપાલિકામાં બહુમત મેળવીને ફરી એકવાર સત્તા પ્રાપ્ત કરી છે વોર્ડ નં-૨, ૩ ૪, ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૪, ૧૫ અને ૧૭માં ભાજપની પેનલની જીત થઈ છે અને વોર્ડ નં-૧માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. વડોદરામાં ભાજપની ૨૨ વર્ષની સૌથી યુવા મહિલા ઉમેદવાર ભૂમિકા રાણાની જીત થઈ છે.

જામનગર

સીએમ વિજય રૂપાણીના શહેર રાજકોટમાં બીજેપી બહુમત તરફ પહોંચી છે. ભાજપે અહીં કુલ ૭૨ બેઠકોમાંથી ૫૬ બેઠકો પર આગળ ચાલી રહી છે જયારે અત્યાર સુધી કાઙ્ખંગ્રેસને એકપણ બેઠક મળતી દેખાઈ ઙ્ગનથી રહી.

જામનગરમાં બીજેપીએ ૧૧ બેઠકો જીતી છે જયારે ૩૬ બેઠ્કો પર આગળ ચાલી રહી છે. જયારે કોંગ્રેસનું પ્રદર્શન અહીં પણ ખરાબ રયું છે. જામનગરમાં કોંગ્રેસ માત્ર ૫ બેઠકો જીતતી જણાય છે. તેવી જ રીતે ભાવનગરમાં પણ કેસરિયો જ લહેરાય તેવુ ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. અહીં ભાજપ કુલ મળીને ૩૬ બેઠકો પર આગળ ચાલી રહી છે. તો કોંગ્રેસ માત્ર ૮ બેઠકો પર આગળ છે.

ગુજરાતના રાજકારણમાં આપની સાથે બસપાની પણ એન્ટ્રી થઈ. જામનગરમાં ૩ બેઠકો પર બસપાનો વિજય થયો છે. વોર્ડ નંબર ૬ માં એક બેઠક પર ભાજપ અને ૩ બેઠક પર બસપાની જીત થઈ છે. વોર્ડ નંબર ૬માં ભાજપનો ગઢ તૂટ્યો. ૩ બેઠક બહુજન સમાજ પાર્ટીને ફાળે ગઈ છે.

રાજકોટ

રાજકોટમાં બેલેટ પેપરની મત ગણતરી શરૂ થઇ ગઇ છે. બાદમાં EVM ખોલવામાં આવશે. ખરાખરીનો ખેલ શરૂ થતા મત ગણતરી સ્થળે લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં ૧૪ વોર્ડમાં ભાજપના ૬૪ ઉમેદવારોને જીત મળી ગઇ છે જયારે કોંગ્રેસ ૧ તથા આપનું ખાતું જ ખુલ્યું નથી. વોર્ડ નં.૧, ૨, ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૩, ૧૪ ,૧૬ અને ૧૭ સહિત ભાજપની આખે આખી પેનલનો વિજય થયો છે. જીતતા ફટાકડા ફોડી જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. કોંગ્રેસનો ફરી કડૂચલો થયો છે.

ભાવનગર

ભાવનગર મનપામાં ભાજપે સપાટો બોલાવ્યો છે. માત્ર વોર્ડ નં.૫ને બાદ કરતા તમામ વોર્ડમાં ભાજપને ટ્રેન્ડમાં બહુમતી જોવા મળી રહી છે. વોર્ડ નં. ૮ અને વોર્ડ નં. ૧૨ ભાજપની પેનલનો વિજય થયો છે. ભાવનગરમાં વોર્ડ નંબર ૧૧માં પરિણામને લઇને કોંગ્રેસે વિરોધ કરી ધમાલ મચાવી છે. વોર્ડ નં. ૧માં ભાજપના ત્રણ અને કોંગ્રેસના ૧ ઉમેદવાર વિજેતા થયા છે. ભાવનગરમાં મનપામાં ફરી સત્તા હાંસલ કરવાની દિશામાં આગળ છે. ૩૧ બેઠક ભાજપ પર જીત થઇ છે જ્યારે ૫ બેઠક પર કોંગ્રેસની જીત થઇ છે. ભાવનગરમાં હાઉસ ટેકસમાં ૫૦ ટકા માફી અને મફત પાર્કિંગના વચનો પણ કોંગ્રેસને તારી ન શકયા નથી.

શહેર

કુલ સીટ

બીજેપી

કોંગ્રેસ

આપ

અમદાવાદ

૧૯૨

૮૨

૧૭

રાજકોટ

૭૨

૬૪

વડોદરા

૭૬

૫૧

૪૪

સુરત

૧૨૦

૫૮

૧૧

ભાવનગર

૫૨

૩૧

જામનગર

૬૪

૪૦

(3:21 pm IST)