મુખ્ય સમાચાર
News of Monday, 22nd February 2021

મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને સુપ્રિમ કોર્ટથી મોટો ઝટકો :3.4 અરબ ડોલરની ડિલને મંજૂરી આપવા પર રોક

ફ્યૂચર રિટેઈલ રિલાયન્સની ડીલને લઈને કોઈ અંતિમ નિર્ણય નહીં આપે: સુપ્રિમ કોર્ટે હવે હાઈકોર્ટને આ મામલે સુનવણી કરવાથી રોક લગાવી

મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને સુપ્રિમ કોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રિમ કોર્ટે રિલાયન્સ ફ્યૂચર ગ્રૂપની ડીલ પર રોક લગાવી દીધી છે. સુપ્રિમ કોર્ટે નીચલી કોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી છે. જેફ બેઝોસની ઈ કોમર્સ કંપની એમેઝોને આ ડિલને અદાલતમાં પડકારી હતી. સુપ્રીમ કોર્ટફ્યૂચર ગ્રૂપ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના 3.4 અરબ ડોલરની ડિલને રેગુલેટરી મંજૂરી આપવા પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી મુકેશ અંબાણીને મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. અને એમેઝોન માટે એક જીતના રૂપમાં જોવાઈ રહી છે. એમેઝોનની અરજી પર વિચાર કરતાં સુપ્રિમ કોર્ટે નીચલી અદાલતના આદેશને બદલી નાંખતા રિલાયન્સ ફ્યૂચર ગ્રૂપની ડિલ પર સ્ટે લગાવી દીધો છે.

આ બાબતની સુનવણી દિલ્હી હાઈકોર્ટમાં પણ ચાલી રહી છે. સુપ્રિમ કોર્ટે હવે હાઈકોર્ટને આ મામલે સુનવણી કરવાથી રોક લગાવી દીધી છે. તેમણે કહ્યું કે આ મામલો હવે સુપ્રીમ સુધી પહોંચી ગયો છે એટલે હવે સુપ્રિમ કોર્ટ જ આ મામલે સુનાવણી કરશે

સુપ્રિમ કોર્ટે NCLT ને આદેશ આપ્યો છે કે કોર્ટના આગળના આદેશ સુધી આ ડીલને મંજૂરી ન આપવામાં આવે. સુપ્રિમ કોર્ટે કહ્યું કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં મામલો ચાલુ રહેશે. પરંતુ ફ્યૂચર રિટેઈલ રિલાયન્સની ડીલને લઈને કોઈ અંતિમ નિર્ણય નહીં આપે. જસ્ટીસ આરએફ નરિમાન, બીઆર ગવઈની બેન્ચે ફ્યુચર રીટેલ, ચેયરપર્સન કિશોર બિયાની અને અન્યને નોટિસ આપીને જવાબ માંગ્યો છે. આ મામલામાં તમામને ત્રણ અઠવાડિયાની અંદર જવાબ આપવા જણાવ્યું છે. તે પચી બે અઠવાડિયાની અંદર રિજ્વાઈન્ડર પણ આપવાનું હશે. આગળની સુનવણી પાંચ અઠવાડિયા પછી થશે.

અત્રે ઉલેલ્ખનીય છે કે દિલ્હી હાઈકોર્ટે 8 ફેબ્રુઆરીએ પોતાની સિંગલ જજ બેન્ચના આદેશ ઉપર રોક લગાવી દીધી છે. જેમાં ડિલને લઈને યથાસ્થિતિ બનાવી રાખવાનો આદેશ આપ્યો હતો. ફ્યૂચર ગ્રૂપ રિલાયન્સ આ ડીલ 24713 કરોડ રૂપિયાની છે. 2 ફેબ્રુઆરીના સિંગલ જજ બેંચના આદેશને પડકારતા આ વચગાળાના ફ્યુચર રિટેલની અરજી પર આ પસાર કરાઈ હતી. વચગાળાના હુકમમાં હાઇકોર્ટે કહ્યું હતું કે પહેલા તે સિંગલ ન્યાયાધીશના આદેશ ઉપર પ્રતિબંધ લગાવી રહ્યા છે. એમેઝોન અને ફ્યુચર કુપન્સ વચ્ચે શેર સબસ્ક્રિપ્શન એગ્રીમેન્ટ (એસએસએ) માં ફ્યુચર રિટેલ (એફઆરએલ) પાર્ટી નહોતી, ન તો અમેરિકન દિગ્ગજો ઈ કોમર્સ કંપની ફ્યુચર રિટેલ અને રિલાયન્સ રિટેલ વચ્ચેની ડીલની પાર્ટી હતી.

હાઈકોર્ટે કહ્યું હતું કે પ્રથમ તબક્કે એવું લાગે છે કે ફ્યુચર રિટેલ (એફઆરએલ) અને ફ્યુચર કુપન્સ (એફસીપી) વચ્ચે શેરહોલ્ડિંગ કરાર અને એફસીપીએલ અને એમેઝોન વચ્ચે શેર સબસ્ક્રિપ્શન એગ્રીમેન્ટ (એસએસએ) અને ફ્યુચર રિટેલ અને રિલાયન્સ રિટેલ વચ્ચેનો સોદો સંપૂર્ણપણે અલગ છે. તેથી ગ્રુપ ઓફ કંપનીના સિદ્ધાંત લાગુ પડતા નથી. આ મામલામાં એમેઝોને ફ્યુચર ગ્રુપ પર તેની સાથેની ભાગીદારીના સોદાને તોડવાનો આરોપ મૂક્યો છે. એમેઝોન કહે છે કે ફ્યુચર ગ્રૂપે તેની સંપત્તિ વેચવા માટે મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ સાથે સોદો કરીને એમેઝોન અને ફ્યુચર ગ્રુપ વચ્ચેની ભાગીદારી ડીલની શરતોનું ઉલ્લંઘન કર્યું છે.

એમેઝોને 2019 માં ફ્યુચર ગ્રુપની કંપની ફ્યુચર કુપન્સમાં 49% હિસ્સો ખરીદવાનો સોદો કર્યો હતો. ફ્યુચર કુપન્સ ફ્યુચર ગ્રુપની લિસ્ટેડ કંપની ફ્યુચર રિટેલમાં 7.3% હિસ્સો ધરાવે છે. એમેઝોનએ ફ્યુચર સાથે કરાર પણ કર્યો હતો કે તે 3 થી 10 વર્ષ સુધીની માહિતીની વિગતો પણ ખરીદી શકે છે. 29 ઓગસ્ટ, 2020 ના રોજ ફ્યુચર ગ્રૂપે રિલાયન્સ સાથેના સોદાની જાહેરાત કરીહતી

આ ડીલમાં તેણે પોતાનો છૂટક અને જથ્થાબંધ વ્યવસાય રિલાયન્સ રિટેલને વેચવાનો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે તેની ડીલ 24,713 કરોડ રૂપિયામાં થઈ હતી. એમેઝોને તેના વિરુદ્ધમાં ઓક્ટોબર 2020 માં સિંગાપોર આંતરરાષ્ટ્રીય આર્બિટ્રેશન સેન્ટરમાં એક સદસ્યની ઇમર્જન્સી બેંચ સમક્ષ આ સામે પડકાર ફેંક્યો હતો. એમેઝોનનો આરોપ છે કે તેણે રિલાયન્સ સાથેના વ્યવસાયને વેચવાનો કરાર કરીને ફ્યૂચરમાં તેની સાથેના કરારનો અનાદર કર્યો છે.

(1:17 am IST)