મુખ્ય સમાચાર
News of Monday, 22nd February 2021

ભારતના સખ્ત વલણથી બદલાયા ડ્રેગન ઢીલુંઢફ : હવે બ્રિક્સમાં ભારતને સમર્થન

વૈશ્વિક શાસનમાં સુધારો કરવા માટે કામ કરીશું : ચીન

પૂર્વ લદ્દાખમાં ભારતના સખ્ત વલણની આગળ ઘૂંટણ ટેકવ્યા બાદ ચીને હવે બ્રિક્સ (BRICS)ના મંચ પર ભારતનું સમર્થન કર્યું છે અને તેની સાથે મળીને કામ કરવાની વાત કહી છે. ઉલ્લેખનીય છે કે ચીને આ વર્ષે ભારત દ્વારા બ્રિક્સ સંમેલનની યજમાનીનું સોમવારના સમર્થન કર્યું છે. ચીને કહ્યું કે, તે પાંચ ઉભરતી અર્થવ્યવસ્થાઓના સંગઠન બ્રિક્સમાં સહયોગને મજબૂત કરવા માટે નવી દિલ્હીની સાથે મળીને કામ કરશે. ઉલ્લેખનીય છે કે ભારત આ વર્ષે બ્રાઝીલ  રશિયા, ભારત ચીન, દક્ષિણ, દક્ષિણ આફ્રિકાના સંગઠન બ્રિક્સની અધ્યક્ષતા કરશે

વિદેશમંત્રી એસ. જયશંકરે 19 ફેબ્રુઆરીના નવી દિલ્હી સ્થિત સુષ્મા સ્વરાજ ભવન ખાતે બ્રિક્સ સચિવાલયમાં ભારતના બ્રિક્સ-2021 વેબસાઇટની શરૂઆત કરી હતી. આ વર્ષે બ્રિક્સની અધ્યક્ષતા ભારત દ્વારા સંભાળવાના પ્રશ્નનો જવાબ આપતા ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને મીડિયા બ્રીફિંગમાં કહ્યું કે, બેઇજિંગ નવી દિલ્હીની યજમાનીમાં શિખર સંમેલન આયોજિત કરાવવાનું સમર્થન કરશે.

વાંગે કહ્યું કે, ઉભરતી અર્થવ્યવસ્થાઓ તેમજ વિકાસશીલ દેશોના વૈશ્વિક પ્રભાવની સાથે બ્રિક્સ સહયોગની પ્રણાલી છે. હાલના વર્ષોમાં એકતા અને ગાઢ વ્યાવહારિક સહયોગની સાથે વધારે પ્રભાવ જોવા મળ્યા છે. તેમણે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય મુદ્દાઓમાં બ્રિક્સ હવે સકારાત્મક, સ્થિર તેમજ સર્જનાત્મક શક્તિ છે. વાંગે કહ્યું કે, અમે દ્રઢ એકતા તેમજ સહયોગ માટે રણનીતિક ભાગેદારીને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. તેમણે કહ્યું કે, અમે આ વર્ષે સંમેલનની યજમાની કરવા માટે ભારતનું સમર્થન કરીશું તેમજ અન્ય સભ્યો સાથે સંવાદને મજબૂત કરવા, સહયોગના ત્રણ સ્તંભોને દ્રઢ કરવા, બ્રિક્સ અંતર્ગત વધારે પ્રગતિ કરવા તેમજ બ્રિક્સ સહયોગ વધારવા માટે, કોવિડ-19ને હરાવવા, આર્થિક વિકાસ ફરી શરૂ કરવા તેમજ વૈશ્વિક શાસનમાં સુધારો કરવા માટે કામ કરીશું.

જો કે વાંગે સ્પષ્ટ નથી કર્યું કે, આ વર્ષે થનારા સંમેલનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ સામેલ થશે કે નહીં. ઉલ્લેખનીય છે કે પૂર્વ લદ્દાખમાં મે 2020થી ભારત અને ચીનની વચ્ચે સૈન્ય તણાવ હતો. જો કે બંને દેશોએ હવે સૈન્ય ગતિરોધને ખત્મ કરવા અને વાતચીતને આગળ વધારવા પર ભાર મુક્યો છે. પૂર્વ લદ્દાખમાં કેટલીક જગ્યાએથી સૈનિકો પાછા ગયા છે. જો કે હજુ પણ ભારત અને ચીનના સૈન્ય અધિકારીઓની વચ્ચે અન્ય જગ્યાઓ પર ચાલી રહેલા સૈન્ય તણાવને ઉકેલવા માટે વાતચીત ચાલી રહી છે.

(1:05 am IST)