મુખ્ય સમાચાર
News of Monday, 22nd February 2021

માત્ર બે મહિનામાં 50 કરોડ લોકોનું થઇ શકે રસીકરણ :અઝીમ પ્રેમજી આપ્યો આઇડિયા

જો ખાનગી ભાગીદારીને મંજુરી અપાઈ તો રસીકરણનાં દરમાં જબરદસ્ત વૃધ્ધી થશે

મુંબઈ :વિપ્રોનાં સ્થાપક અઝીમ પ્રેમજીએ નાણા પ્રધાન નિર્મલા સીતારમણને દેશમાં રસીકરણ અભિયાનને ગતિ આપવા માટે પ્રાઇવેટને પણ સાથે જોડવાનો આગ્રહ કર્યો છે, તેમણે કહ્યું કે ખાનગી સેક્ટરની સાથે મળીને દેશમાં માત્ર બે જ મહિનામાં કોરોના વાયરસ વિરૂધ્ધ 50 કરોડ રસીકરણ કરવામાં મદદ મળી શકે છે.

પ્રેમજીએ કહ્યું મને લાગે છે કે જો સરકાર પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઝને પોતાની સાથે જોડશે તો આપણે ચોક્કસપણે 60 દિવસની અંદર જ 50 કરોડ લોકોને વેક્સિન આપી શકીએ છિએ, તેમણે બેંગ્લોર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં ભાગ લેતા કહ્યું કે તે એક વ્યાવહારિક્તા છે, તેમણે કહ્યું કે જો ખાનગી ભાગીદારીને મંજુરી આપવામાં આવે છે તો રસીકરણનાં દરમાં જબરદસ્ત વૃધ્ધી થશે.

પ્રેમજીએ કહ્યું કે કોવિડ-19 વિરૂધ્ધ રસી રેકોર્ડ સમયમાં વિકસિત કરવામાં આવી છે, અને હવે તેને મોટા પ્રમાણમાં લગાવવાની છે, જો કે અઝીમ પ્રેમજીએ એક બાબત પર સહેમતી વ્યક્ત કરી કે સરકાર સારૂ કરી રહી છે, તેમણે સુચન કર્યું કે ખાનગી ભાગીદારીથી રસીકરણ દરને વૃધ્ધી આપવામાં મદદ મળશે.

તેમણે કહ્યું કે એવી શક્યતા છે કે આપણે સીરમ ઇન્સ્ટીટ્યુટને લગભગ 300 કરોડ રૂપિયા પ્રતિ શોટનાં હિસાબે વેક્સિન પુરી પાડવાનું કહી શકીએ છિએ, અને હોસ્પિટલો, પ્રાઇવેટ નર્સિંગ હોમ, 100 રૂપિયા પ્રતિ શોટનાં હિસાબે આપી શકીએ છિએ, એટલા માટે 400 રૂપિયા એક શોટની સાથે વસ્તીનું સામુહિક રસીકરણ કરવું શક્ય છે

(12:56 am IST)