મુખ્ય સમાચાર
News of Monday, 22nd February 2021

કપિલ શર્મા વિવાદમાં : એરપોર્ટ પર વહીલચૅયરમાં દેખાયો : ફોટા પાડ્યા તો મીડિયાકર્મીને ગાળો આપી: વિડિઓ વાયરલ

સોશિયલ મીડિયામાં તેમની તબિયતને લઇને અનેક અટકળો વહેતી થઇ

મુંબઈ : કોમેડિયન કપિલ શર્માનો શો અત્યારે ઓફ એયર છે.તેવામાં સોમવારે કપિલ શર્મા એરપોર્ટ પર વ્હીલચેયરમાં બેસીને બહાર આવતા દેખાયા હતા. તેમની આ તસવીરો સામે આવતા જ તેમના પ્રશંસકોમાં હલચલ મચી ગઇ હતી. ખાસ કરીને સોશિયલ મીડિયામાં તેમની તબિયતને લઇને અનેક અટકળો વહેતી થઇ હતી.

સોમવારે જ્યરે તેઓ મુંબઇ એરપોર્ટ પરથી બહાર આવ્યા ત્યારે તેમની આવી હાલત જોવા મળી હતી. જો કે તેમને શું થયું તે હજુ સુધી જાણવા મળ્યું નથી. તેવામાં આ સમયનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં કપિલ શર્મા મીડિયાકર્મીઓને ગાળો આપી રહ્યા છે. મળતી માહિતિ પ્રમાણે જ્યારે ફોટોગ્રાફર તેમના ફોટો લઇ રહયા હતા અને તેમને શું થયું તે પુછતા હતા ત્યારે કપિલ શર્માએ ગુસ્સે થઇને તેમને ગાળો આપી છે..

કપિલ શર્માએ કેમેરાપર્સનને પોતાનાથી દૂર રહેવાનું કહીને ગાળો આપી. બાદમાં કપિલ શર્માના મેનેજરે મીડિયાકર્મીઓ અને ફોટોગ્રાફરને આ ગાળોવાળો વીડિયો ડિલિટ કરવાનું કહ્યું છે. જો કે ફોટોગ્રાફરોએ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી દીધો છે. ત્યારબાદ કપિલ શર્મા ફરી એક વખત વિવાદમાં સપડાયા છે.

(12:54 am IST)