મુખ્ય સમાચાર
News of Monday, 22nd February 2021

ઈથોપિયા લોહિલુહાણ: ચર્ચના પવિત્ર સંદૂકને બચાવવા મોત સાથે લડ્યા હજારો લોકો:800 શ્રદ્ધાળુઓનાં મોત

અનેક દિવસો સુધી રસ્તાઓ પર આ લોકોના મૃતદેહો રઝળતા રહ્યાં હતા

ઇથોપિયામાં એક પવિત્ર Ark of covenant ને બચાવવા માટે સેંકડો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ આર્ક ઇથોપિયાના તિગરા ક્ષેત્રના સેન્ટ મેરી ચર્ચમાં સુરક્ષાકર્મીઓની હાજરીમાં સુરક્ષિત હોય છે અને ઇસાઇ ધર્મમાં તેને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. મળતી માહિતી અનુસાર, લગભગ 800 લોકોને સેન્ટ મેરી ચર્ચની આસપાસ મારી નાખવામાં આવ્યા છે અને અનેક દિવસો સુધી રસ્તાઓ પર આ લોકોના મૃતદેહો રઝળતા રહ્યાં હતા

ગેટૂ માક નામની એક યુનિવર્સિટી લેક્ચરરે અહીંની ભયાનક હાલત વિશે વાત કરી હતી. તેઓએ એક ન્યુઝ ચેનલને જણાવતા કહ્યું હતું કે, ‘જ્યારે લોકોએ ગનના ફાયરિંગનો અવાજ સાંભળવાનો શરૂ કર્યો હતો ત્યારે તેઓ ચર્ચની તરફ ભાગ્યા હતાં જેથી ત્યાં હાજર પાદરીઓ તેમની મદદ કરી શકે કે જે પવિત્ર આર્કની રક્ષા કરી રહ્યાં હતાં અને તેને ધ્યાને રાખતા અનેક લોકો પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.”

આ ઘટના નવેમ્બર મહિનામાં થઈ હતી પરંતુ આ સમયે ઈથોપિયાના પીએમ એબે અહમદે ઈન્ટરનેટ અને મોબાઈલ નેટવર્ક સેવાો બંધ કરી દીધી હતી. જે પછી ઈથોપિયાનું સમગ્ર દુનિયા સાથેનું નેટવર્ક કપાઈ ગયું હતું. પરંતુ હવે ઈન્ટરનેટ મામલે ત્યાં સ્થિતિ ધીમે ધીમે સામાન્ય બની રહી છે. માકનું કહેવું હતું કે લોકોમાં નવેમ્બર મહિનામાં આ વિસ્તારમાં તણાવ વધવાની સાથે જ ડર વધવા લાગ્યો હતો. આ પવિત્ર સંદૂક ને કોઈ બીજા શહેરમાં લઈ જવાશે અથવા તો પછી તેને ખતમ કરી દેવાશે. તેમણે કહ્યું કે લૂંટારાઓએ કોઈ પ્રકારની દયા દાખવી ન હોતી અને તાબડતોબ ગોળીઓ ચલાવીને લોકોને મારી નાંખ્યા.

(12:28 am IST)