મુખ્ય સમાચાર
News of Monday, 22nd February 2021

માંગતા વેંત પોલીસ કસ્ટડી મળી જાય તેનું નામ કાયદો ન કહેવાય : ખેડૂત આંદોલન ટૂલકિટ મામલે દિશા રવીના પાંચ દિવસના રિમાન્ડ લંબાવવાની માંગણી સામે દિશાના એડવોકેટની દલીલ : પટિયાલા હાઉસ કોર્ટએ વધુ એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા

પટિયાલા : ખેડૂત આંદોલન ટૂલકિટ મામલે પટિયાલા હાઉસ કોર્ટએ દિશા રવીના વધુ એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.પબ્લિક પ્રોસીક્યુટરે જણાવ્યા મુજબ દિશાના પાંચ દિવસના રિમાન્ડ દરમિયાન તેણે દોષનો ટોપલો અમુક અન્ય વ્યક્તિઓ  ઉપર ઓઢાડ્યો છે.તે અંગે વિશેષ તપાસ કરવા માટે તેના વધુ પાંચ દિવસના રિમાન્ડ જરૂરી છે.

સામે પક્ષે દિશાના એડવોકેટે જણાવ્યું હતું કે ઉપર ઉપરી રિમાન્ડની માંગણી કરવી અને માંગણી કરતા વેંત રિમાન્ડ મળી જાય તેનું નામ કાયદો  ન કહેવાય .દિશાની 13 ફેબ્રુઆરીના રોજ ટૂલકિટ  મામલે ધરપકડ થઇ હતી.બાદમાં 14 ફેબ્રુઆરીના રોજ તેના 5 દિવસના રિમાન્ડ મંજુર કરાયા હતા.હવે ફરી પાછા રિમાન્ડ માંગવાનો શું અર્થ છે ?હવે તેના આરોપોમાં શું ફેરફાર થયો છે કે ફરીથી પોલીસ કસ્ટડી માંગવાની જરૂર પડે ?

પોલીસે કરેલા આરોપ મુજબ ખાલીસ્તાની ગ્રુપ દ્વારા ટૂલકિટ બનાવાયું છે. જેનો ઉપયોગ દિશાએ કર્યો હતો.અને તેમાં રહેલી વિગતો તેણે એન્વાયરમેન્ટલ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગને મોકલી હતી.ટૂલકિટએ  પ્રજાસત્તાક પ્રજાસત્તાક દિવસે થયેલા હિંસક આંદોલનમાં શું ભાગ ભજવ્યો હતો તે અંગે નામદાર  કોર્ટએ પૃચ્છા કરી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(5:48 pm IST)