મુખ્ય સમાચાર
News of Monday, 22nd February 2021

પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા લોકોએ વિકલ્પ શોધી કાઢયો : અન્ય ખર્ચમાં કાપ શરૂ કર્યો

નવી દિલ્હી તા. ૨૨ : દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધતા લોકોએ વિકલ્પ શોધી કાઢયો છે. એક સર્વે મુજબ ૫૧% લોકોએ અન્ય ખર્ચાઓ પર કાપ મુકવાનું શરૂ કરી દીધુ છે.

એક ખાનગી લોકલ સર્કલે કરેલા આ સર્વેમાં ૧૪% લોકોએ કહ્યુ કે તેઓ પોતાની બચતથી ખર્ચ સરભર કરે છે. ૧૬% લોકોએ કહ્યુ કે સમજી વિચારી ખર્ચમાં કરકસરથી કામ ચલાવીએ છીએ. ૨૧% લોકોએ કહ્યુ કે જરૂરી ચીજ ખરીદવાનું ટાળીને પેટ્રોલ ડીઝલનો ખર્ચ સરભર કરીએ છીએ. ૩% લોકોએ એવુ જણાવ્યુ કે અગાઉ કરેલી બચતનો ઉપયોગ હવે કરીએ છીએ.

૨૯૧ જિલ્લામાં આ સર્વે હાથ ધરાયો હતો. ૨૨ હજાર લોકોના રીવ્યુ લેવાયા હતા. સામે ૮૯% નું કહેવુ એવુ પણ હતુ કે કોવિડ-૧૯ એકસાઇઝ ડયુટી પાછી આપવી જોઇએ. ૭૯% એ જણાવેલ કે રાજય સરકારે વેટ ઘટાડી નિયંત્રણ કરવુ જોઇએ.

(4:39 pm IST)