મુખ્ય સમાચાર
News of Monday, 22nd February 2021

છેલ્લા ૩ વર્ષમાં ૩ કોંગી સરકારોનું સમય પૂર્વે પતન સર્જાયું કે સર્જવામાં આવ્યું!

નવી દિલ્હી તા. રરઃ છેલ્લા ૩ વર્ષમાં કાર્યકાળ પૂરો થાય તે પૂર્વે ૩ કોંગી સરકારોના પક્ષપલ્ટાને લીધે પતન થયા છે.

ર૦૧૯માં કર્ણાટકમાં કોંગી સરકારમાંથી અચાનક મોટા પાયે રાજીનામા પડતા ભાજપના યેદિયુરીયાની સરકાર સત્તા ઉપર આવી હતી.

ર૦ર૦માં એજ સ્ટાઇલથી મધ્ય પ્રદેશની કમલનાથની કોંગી સરકારમાં જયોતિરાદિત્ય સિંધીયાએ સંખ્યાબંધ ધારાસભ્યો સાથે છેડો ફાડી ભાજપનો પાલવ પકડતા ભાજપના શિવરાજસિંહની સરકાર સત્તા ઉપર આવી.

જયારે ર૦ર૧માં આજની તારીખે પુડુચેરીની નારણસામીની કોંગી સરકારનું પતન થયું છે. પાંચ કોંગી સભ્યોએ રાજીનામું આપતા આ સ્થિતિ સર્જાઇ છે. આગામી માર્ચ-એપ્રિલમાં અહીં ચૂંટણી આવી રહી છે ત્યારે જબરો ખેલ પાડવામાં આવ્યો છે. જેથી ચૂંટણીમાં કોંગ્રેસને સત્તા ઉપર હોવાનો લાભ મળે નહિં, અહીં રાષ્ટ્રપતિ શાસન કે સત્તાપલ્ટા પૂર્વ રાતોરાત રાજયપાલ પણ બદલી નાખવામાં આવ્યા છે.

(4:36 pm IST)