મુખ્ય સમાચાર
News of Monday, 22nd February 2021

હવે ર૦રર માં ચંદ્રયાન-૩નું થશે પ્રક્ષેપણ

જુના ઓર્બિટરનો થશે ઉપયોગ

નવી દિલ્હી, તા. રર : દેશમાં ત્રીજું અને મહત્વકાંક્ષી ચંદ્ર મિશન ચંદ્રયાન૩ આવનારા વર્ષના અંત સુધીમાં લોન્ચ થશે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)ના પ્રમુખ કે સિવને જણાવ્યું કે કોરોના મહામારીના ચાલતા લોકડાઉનના કારણે ચંદ્રયાન ૩ અનં દેશનું પહેલું માનવ અંતરિક્ષ મિશન ગગનયાન સહિત અનેક પરિયોજનાઓની શરુઆતમાં મોડું થયું છે.

સિવને કહ્યું ચંદ્રયાન-૩માં ઘણું બધું ચંદ્રયાન -૨ જેવું જ હશે. પણ આમાં કોઈ ઓર્બિટર નહીં હોય. જે ઓર્બિટર ચંદ્રયાન -૨માં હતુ. તેનો જ ઉપયોગ ચંદ્રયાન ૩ માટે કરવામાં આવશે. તેના પર કામ કરી રહ્યા છીએ. અમે આના માટે એક પદ્ધતિ વિકિસત કરી રહ્યા છીએ અને આ ૨૦૨૨માં લોન્ચ કરી દેવામાં આવશે.

ચંદ્રયાન ૨ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી ૨૨ જુલાઈ ૨૦૧૯માં રવાના કરવામાં આવ્યું હતુ. ૭ સપ્ટેમ્બર ૨૦૧૯એ આના લેન્ડર વિક્રમને ચાંદની સપાટી પર હળવે રહીને ઉતારવાનું હતુ. પણ ઝટકા સાથે ઉતર્યુ જેનાથી પ્રયત્ન સંપૂર્ણ રીતે નિષ્ફળ ન માની શકાય. જો કે ચંદ્રયાન-૨નું ઓર્બિટર સફળતાપૂર્વક પોતાનું કામ કરી રહ્યું છે અને ઈસરોને આંકડા મોકલી રહ્યું છે.

સિવને જણાવ્યું કે ગગનયાન પરિયોજના હેઠળ દેશના પહેલા માનવરહિત મિશનને આ વર્ષે ડિસેમ્બરમાં મોકલવાનું કામ થઈ રહ્યું છે . આ મિશન મૂળ રુપથી ગત વર્ષ ડિસેમ્બરમાં લોન્ય કરવામાં આવવાનું હતુ. આ ગગનયાનની દિશામાં ઉલ્લેખનીય પગલું સાબિત થશે.

ગગનયાન માનવ મિશનને ૨૦૨૨ સુધી લોન્ચ કરવામાં આવવુ જોઈએ. આ અંતર્ગત ૩ ભારતીય અંતરિક્ષમાં મોકલવામાં આવશે. હાલમાં મિશન માટે ચાર પાયલટોને પસંદગી કરવામાં આવી છે. જેમાં રશિયામાં મોટુ પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. સિવનને જ્યારે ગગનયાન માનવ મિશનની લોન્ચિંગ અંગે પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે પ્રદર્શન માટે ઘણી ટેક્નોલોજીની જરુર હોય છે. અમે નક્કી કર્યુ છે કે માનવ મિશન સમય પર રવાના થાય. જો કે આની પહેલા તમામ ટેક્નોલોજી પૂરી રીતે બેદાગ હોવી જોઈએ.

(4:35 pm IST)