મુખ્ય સમાચાર
News of Monday, 22nd February 2021

શાહીન બાગમાં પીએફઆઇની ઓફિસ રેડ

નવી દિલ્હી તા. રરઃ નોઇડા એસટીએફે યુપી અને દિલ્હીમાં કોમી રમખાણોના ષડયંત્ર અંગેના પુરાવાઓ એકઠા કરવા માટે રવિવારે શાહીનબાગ સહિત રાષ્ટ્રીય રાજધાનીના ઘણાં અન્ય વિસ્તારોમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડીયા (પીએફઆઇ)ની ઓફીસોમાં દરોડાઓ પાડયા હતા.

આ દરોડાઓ પીએફઆઇના સ્ટુડન્ટ યુનિટ-કેમ્પસ ફ્રન્ટ ઓફ ઇન્ડીયા (સીએફઆઇ)ના રાષ્ટ્રીય મહામંત્રી રઉફ શરીફની કરાઇ રહેલી પૂછપરછના આધારે પડાયા હતા. એસ.ટી.એફ. બે કલાકની તલાશી પછી મોટી સંખ્યામાં દસ્તાવેજ અને સીડી જપ્ત કરીને લઇ ગયેલ છે. એસટીએફના મોટી સંખ્યામાં દસ્તાવેજ અને સીડી જપ્ત કરીને લઇ ગયેલ છે. એસટીએફના સુત્રો અનુસાર, દરોડામાં કેટલીક વાંધાજનક સામગ્રી મળી આવેલ છે, જેની તપાસ ચાલુ છે.

(3:50 pm IST)