મુખ્ય સમાચાર
News of Monday, 22nd February 2021

સેન્સેક્સમાં ૧૧૪૫, નિફ્ટીમાં ૩૦૬ પોઈન્ટનો મોટો કડાકો

મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં કોરોના કેસ વધતાં બજારમાં ચિંતા : સૌથી વધુ ઘટાડો ટેક મહિન્દ્રા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં જોવા મળ્યો, બેંક શેર્સમાં પણ આજે જોરદાર કડાકો : રિલાયન્સ, ટીસીએસમાં પણ ઘટાડો

મુંબઈ, તા. ૨૨ : હજુ ગયા અઠવાડિયે ૫૨,૫૧૬નો ઓલટાઈમ હાઈ બનાવનારા સેન્સેક્સમાં માત્ર ચાર ટ્રેડિંગ ડેમાં ૨૫૦૦ પોઈન્ટ્સનો જંગી ઘટાડો નોંધાયો છે. આજે સવારે માર્કેટ ખૂલ્યું ત્યારે પાછલી બંધ સપાટી કરતાં સાવ સામાન્ય વધારા સાથે સેન્સેક્સ ટ્રેડ કરી રહ્યો હતો. જોકે, થોડા સમયમાં વેચવાલી નીકળતા તેમાં કડાકો બોલાયો હતો, માર્કેટ બંધ થયું ત્યારે સેન્સેક્સ ૧૧૪૫ પોઈન્ટ્સના ઘટાડા સાથે ૪૯,૭૪૪ની સપાટી પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી ૩૦૬ પોઇન્ટ તૂટી ૧૪૬૬૭ પર પહોંચ્યો હતો.

મહારાષ્ટ્ર સહિત દેશના કેટલાક ભાગોમાં કોરોનાના કેસો ફરી વધવા લાગ્યા છે, અને મહારાષ્ટ્રના અમરાવતીમાં તો લોકડાઉન કરવાની ફરજ પડી છે ત્યારે કોરોનાનો બીજો રાઉન્ડ આવશે કે કેમ તે ભીતિએ શેરબજારમાં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. આજે માર્કેટ બંધ થયું ત્યારે સેન્સેક્સના ૩૦ શેર્સમાં સૌથી વધુ ઘટાડો ટેક મહિન્દ્રા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં જોવા મળ્યો હતો. શેર્સ અનુક્રમે .૮૫ અને .૨૮ ટકાના ઘટાડા સાથે ૯૪૬ અને ૮૩૮ રુપિયાના સ્તરે બંધ થયો હતો. જ્યારે ડૉ. રેડ્ડીમાં .૨૧ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને શેર ૪૪૮૭ રુપિયાની સપાટી પર બંધ થયો હતો.

સિવાય બેંક શેર્સમાં પણ આજે જોરદાર કડાકો જોવા મળી રહ્યો છે. જેમાં ઈન્ડસઈન્ડ બેક્નમાં .૯૫, એક્સિસમાં .૫૪, એચડીએફસીમાં .૯૪, એસબીઆઈમાં .૭૯ ટકાના ઘટાડાનો સમાવેશ થાય છે. રિલાયન્સ, બજાજ ફાઈનાન્સ, ટીસીએસમાં પણ અનુક્રમે .૮૭ ટકા, .૬૧ ટકા અને .૭૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે, શેરબજારમાં બજેટ બાદ જોરદાર તેજી જોવા મળી રહી છે, અને ખાસ કરીને બેંકોના શેર્સ નવી ઉંચાઈ પર પહોંચ્યા છે. બજારનું હાલનું વેલ્યૂએશન ખૂબ ઉંચું હોવાનું જાણકારો અનેકવાર કહી ચૂક્યા છે, પરંતુ તેમાં કરેક્શન ક્યારે આવશે તે અંગે કોઈ કશુંય સ્પષ્ટ રીતે કહેવા માટે તૈયાર નથી. હાલ માર્કેટમાં ચંચળતા પણ ખૂબ જોવા મળી રહી હોવાથી નાના રોકાણકારોને કોઈ લોંગ પોઝિશન ના લેવા માટે પણ સલાહ આપવામાં આવી રહી છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના વધતાં કેસો અને મિની લોકડાઉન જેવી સ્થિતિ ઊભી થતાં રોકાણકારોમાં ડર જોવા મળ્યો. કારોબાર દરમિયાન સેન્સેક્સ ૧૧૫૦ પોઇન્ટથી વધુ તૂટી ૪૯૭૨૩ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૪૬૬૭ની નીચલી સપાટીએ પહોંચ્યો. બીજી બાજુ એક્સપર્ટ્સ માની રહ્યાં છે કે, એશિયાના અન્ય બજારોમાંથી પણ કોઇ ઉત્સાહજનક સંકેત નહીં મળતાં બજારમાં દબાણ વધ્યો. કારોબાર દરમિયાન મેટલ સેક્ટરને બાદ કરતાં તમામ સેક્ટર ઇન્ડેક્સમાં કડાકો જોવા મળ્યો. સૌથી વધુ કડાકો સરકારી બેંકોમાં જોવા મળ્યો.

(7:26 pm IST)