મુખ્ય સમાચાર
News of Monday, 22nd February 2021

ગુરૂવારથી વેસ્ટર્ન રેલ્વે દ્વારા નવી સ્પેશ્યલ ટ્રેનો દોડશે : કોરોના મહામારીના નિયમોનું પાલન કરાશે

રાજકોટ,તા. ૨૦: વેસ્ટર્ન રેલ્વે દ્વારા તા. ૨૫ને ગુરૂવારથી ખાસ નવી સ્પેશ્યલ ટ્રેનો દોડવવાની જાહેરાત કરી છે.

આ બધી ટ્રેનોમાં યાત્રા માટે પેસેન્જર્સને પહેલાથી રિઝર્વેશન કરાવવાનું રહેશે અને યાત્રા દરમિયાન કોરોનાનાં પ્રસારને રોકવા માટે બનાવવામાં આવેલ પ્રોટોકોલનું પણ પાલન કરવાનું રહેશે. વેસ્ટર્ન રેલવે એ યાત્રીઓને મોટી સોગાત આપી છે. વેસ્ટર્ન રેલવેએ યાત્રીઓની સુવિધા માટે દ્યણી અને સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન કરવાની જાહેરાત કરી છે. વેસ્ટર્ન રેલવે દ્વારા જે રુટો પર નવી સ્પેશિયલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે, તેમાં સુરત-અમરાવતી, ઓખા-તૂતીકોરિન, પોરબંદર-કોચ્ચુવેલી અને ઈંદોર-ગાંધીનગર સામેલ છે.

 (૧) ૦૯૨૬૨ પોરબંદરથી કોચ્ચુવેલી સુપરફાસ્ટ સ્પેશિયલ (અઠવાડિયામાં એકવાર) :  આ ટ્રેન ૨૫ ફેબ્રુઆરીથી દર ગુરુવારે સાંજે ૧૮.૪૦ કલાકે પોરબંદર રેલવે સ્ટેશનથી ઉપડશે અને શનિવારની બપોરે ૧૫.૦૫ કલાકે કોચ્ચુવેલી સ્ટેશન પહોંચશે.

(૨)૦૯૨૬૧ કોચ્ચુવેલીથી પોરબંદર સુપરફાસ્ટ સ્પેશિયલ (અઠવાડિયામાં એકવાર) : આ સ્પેશિયલ ટ્રેન ૨૮ ફેબ્રઆરીથી દર રવિવારે કોચ્ચુવેલી રેલવે સ્ટેશનથી ૧૧.૧૦ કલાકે ઉપડશે અને મંગળવારે સવારે ૦૭.૨૫ કલાકે પોરબંદર રેલવે સ્ટેશને પહોંચશે.

(૩) ૦૯૩૧૦ ઈંદોરથી ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ :  આ ટ્રેન માર્ચથી રાત્રે ૨૩.૦૦ કલાકે ઈંદોર રેલવે સ્ટેશનથી ઉડપશે અને બીજા દિવસે સવારે ૯.૪૫ કલાકે ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન પહોંચશે.

(૪) ૦૯૩૦૯ ગાંધીનગર કેપિટલથી ઈંદોર સ્પેશિયલ : આ ટ્રેન ૨ માર્ચથી દરરોજ સાંજે ૧૮.૧૫ કલાકે ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનથી ઉપડશે અને બીજા દિવસે સવારે ૫.૫૫ કલાકે ઈંદોર પહોંચશે.

(૫) ૦૯૧૨૫ સુરતથી અમરાવતી સુપરફાસ્ટ સ્પેશિયલ (અઠવાડિયામાં બે દિવસ):  આ ટ્રેન ૨૬ ફેબ્રુઆરીથી સેવાઓ શરૂ કરશે. આ સ્પેશિયલ ટ્રેન દર શુક્રવારે અને રવિવારે સુરત રેલવે સ્ટેશનથી ઉપડશે અને તે રાત્રે ૨૨.૨૫ કલાકે અમરાવતી પહોંચશે.

(૬) ૦૯૧૨૬ અમરાવતીથી સુરત સુપરફાસ્ટ સ્પેશિયલ (અઠવાડિયામાં બે દિવસ) : આ ટ્રેનનું સંચાલન ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૧થી શરૂ થશે. અમરાવતી રેલવે સ્ટેશનથી આ ટ્રેન દર શનિવાર અને સોમવારે સવારે ૯.૦૫ કલાકે ઉપડશે અને તે સાંજે ૧૯.૦૫ કલાકે સુરત પહોંચશે.

(૭) ૦૯૫૬૮ ઓખાથી તૂતીકોરિન સ્પેશિયલ ટ્રેન (અઠવાડિયામાં એક દિવસ) : આ ટ્રેનનું સંચાલન ૨ એપ્રિલથી શરૂ થશે. ઓખા રેલવે સ્ટેશનથી આ ગાડી દર શુક્રવારે ૦૦.૫૫ કલાકે ઉપડશે અને રવિવારે સવારે ૪.૪૮ કલાકે તૂતીકોરિન પહોંચશે.

(૮) ૦૯૫૬૭ તૂતીકોરિનથી ઓખા સ્પેશિયલ ટ્રેન (અઠવાડિયામાં એક દિવસ): આ સ્પેશિયલ ટ્રેનનું સંચાલન ૪ એપ્રિલથી શરુ થશે અને આ ટ્રેન દર રવિવારે ૨૨.૦૦ કલાકે તૂતીકોરિનથી ઉપડશે અને બુધવારે ૩.૫૫ કલાકે ઓખા રેલવે સ્ટેશન પહોંચશે.

(2:45 pm IST)