મુખ્ય સમાચાર
News of Monday, 22nd February 2021

રસીકરણના બીજા ભાગમાં ૬૦ થી વધુ ઉંમરના લોકોને લગાવાશે રસી

તમામને નહી મળે ફ્રી કોરોનાની રસીઃ માર્ચમાં શરૂ થશે પ્રારંભ

નવી દિલ્હી, તા.૨૨: ૬૦ વર્ષથી વધારે ઉંમરના લોકોને રસીકરણ મુદ્દે બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. એક ગ્રુપમાં જેને ફ્રી રસી લગાવવામાં આવશે. બીજા ગ્રુપને આના માટે પૈસા આપવા પડશે.

કેન્દ્રના કેટલાક ભાગોમાં આ દિવસોમાં કોરોના વાયરસના મામલામાં ફરી રફ્તાર પકડી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ૨૦ ફેબ્રુઆરી સુધી દેશમાં કુલ ૧.૦૮ કરોડથી વધારે લોકોને કોરોનાની રસી લગાવવામાં આવી ચૂકી છે. ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોના સંક્રમણની રસી લગાવવાનું કામ યુદ્ઘ સ્તર પર ચાલી રહ્યું છે. ત્યારે હવે આવતા મહિનાથી દેશમાં ૫૦ વર્ષ અથવા તેનાથી વધારે લોકોનું રસીકરણ પણ શરુ થઈ શકે છે.

એક અખબારની રિપોર્ટ મુજબ દેશમાં ૫૦ વર્ષ અથવા તેનાથી વધારે ઉંમરના લગભગ ૨૭ લાખ લોકો છે. જેમને બીજા ફેઝમાં કોરોના રસી લગાવવામાં આવી છે. પરંતુ ૬૦ વર્ષથી વધારે ઉંમરના લોકોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. સાથે આને બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. એક ગ્રુપમાં જેને ફ્રી રસી લગાવવામાં આવશે. બીજા ગ્રુપને આના માટે પૈસા આપવા પડશે.વરિષ્ઠ સરકારી અધિકારીઓના જણાવ્યાનુંસાર રસીકરણના બીજા ફેઝમાં લોકોને આ સગવડ હશે કે તે પોતાના ગૃહ રાજય ઉપરાંત અન્ય રાજયોમાં પણ રસી લગાવી શકે છે. મુખ્ય સરકારી સૂત્રોએ જણાવ્યું કે આવનારા મહિનાથી શરુ થનારા બીજા ફેઝમાં વેકસીનેશનમાં બે સમૂહ હશે. સરકાર એ જણાવશે કે કયા ગ્રુપને ફ્રી વેકસીન લાગશે. લાભાર્થીઓને પોતાને રજીસ્ટર કરાવતા સમયે જોવાનું રહેશે કે તેમને રસી ફ્રીમાં મળી રહી છે કે નહીં. કે પછી તેમને તેના પૈસા ચૂકવવાના છે.

સરકારી સૂત્રોનું કહેવું છે કે જલ્દી જ એ જણાવી દેવાશે કે કોને કોરાનાની રસી ફ્રીમાં મળશે અને કોને આના માટે પૈસા આપવામાં આવશે. ૧૬ જાન્યુઆરીએ દેશમાં કોરોનાની વિરુદ્ઘ થયેલા દુનિયાનાં સૌથી મોટા રસીકરણ અભિયાનમાં હેલ્થ કેર વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોના વાયરસની રસી આપવામાં આવી છે. જયારે રસીકરણનું બીજું ચરણમાં માર્ચના પહેલા અઠવાડિયામાં શરુ થઈ શકે છે.

(2:45 pm IST)