મુખ્ય સમાચાર
News of Monday, 22nd February 2021

કાશ્મીરમાં મોટુ ષડયંત્ર નિષ્ફળઃ નૌગામમાં રેલવે ક્રોસિંગ પાસેથી IEDનો જથ્થો મળ્યો

સર્ચ ઓપરેશન શરૃઃ ૨ પરિવહન રોકી દેવાયુ

શ્રીનગર, તા.૨૨: કાશ્મીરના નૌગામમાં રેલવે ક્રોસિંગ પાસે આઈઇડી મળી છે. રાષ્ટ્રીય રાજમાર્ગ પર વાહનવ્યહાર રોકવામાં આવ્યો છે. સાથે જ ભારી સંખ્યામાં સુરક્ષાબળોની તેનાતી કરવામાં આવી છે.આઈઈડીને નિષ્ક્રિય કરવા માટે નિરોધક ટુકડીની મદદ લેવામાં આવી રહી છે.એક અધિકારીએ જણાવ્યું કે શ્રી નગરના પંથા ચોક-નૌગામ માર્ગ પર સોમવારે વિસ્ફોટક મળ્યા પછી વાહનવ્યવહાર રોકવામાં આવ્યા છે. આ વિસ્ફોટક એ સમયે મળ્યો જયારે ટ્રેન લાંબા સમય પછી કાશ્મીરમાં શરુ થવા જઈ રહી છે.

કાશ્મીરના નૌગામ ખાતે રેલ્વે ક્રોસિંગ પાસેથી આઇઇડીનો જથ્થો મળી આવ્યો છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર આવન-જાવન બંધ કરાયું છે. સાથે જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આઇઇડીને નિષ્ક્રિય કરવા માટે સ્કવોડની મદદ લેવામાં આવી રહી છે.

અધિકારીએ જણાવ્યું કે, સીઆરપીએફની આરઓપી (રોડ ઓપનિંગ પાર્ટી) અને પોલીસે નૌગામ રેલ્વે સ્ટેશનથી સો મીટર દૂર એક શંકાસ્પદ વસ્તુ જોઈ હતી. ત્યારબાદ સ્કવોડને તપાસ માટે બોલાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે, લોકો અને મુસાફરોની સુરક્ષા માટે પંથા ચોક-નૌગામ માર્ગ પર આવનજાવન બંધ કરાયું છે.

તાજેતરમાં જ કાશ્મીર ઝોનના આઈજીએ આતંકવાદીઓના ષડપંત્ર વિશે માહિતી આપી હતી. આઇજીએ કહ્યું કે, આતંકીઓએ રણનીતિ બદલી છે. હવે આઇઇડીનો વધુ ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. પોલીસ આ બદલાયેલી રણનીતિનો સામનો કરવા તૈયાર છે.

(2:44 pm IST)