મુખ્ય સમાચાર
News of Monday, 22nd February 2021

યુપી સરકાર નિષાદ સમાજને બદલ ખનન માફીયાઓ સાથે કોંગ્રેસ લડાઇ લડશે : પ્રિયંકા ગાંધી

પોલીસ દમનના ભોગ બનેલ યુપીના ધુરપુર ગામે લોકોને મળ્‍યા

પ્રયાગરાજ, તા. રર :  ૧૦ દિવસની અંદર બીજીવાર પ્રયાગરાજ પહોંચેલ પ્રિયંકા ગાંધીએ પોલીસ કાર્યવાહીનો શિકાર બનેલ ધુરપુરના બસાવર ગામના નિષાદ સમાજ વચ્‍ચે પહોંચેલ.

તેમણે સમગ્ર ઘટનાની માહિતી લીધેલ અને જણાવેલ કે યુપી સરકાર નિષાદ સમાજ સાથે નહીં પણ ખનન માફીયાઓ સાથે છે. તેમણે આશ્વાસન આપતા જણાવેલ કે કોંગ્રેસ નિષાદ સમાજ સાથે છે અને તેમની લડાઇ લડશે.

તેમણે યોગી સરકાર ઉપર નિશાન તાકતા જણાવેલ કે જે રીતે કૃષિ કાયદાઓથી ખેડૂતોને નુકશાન અને ઉદ્યગોપતિઓને ફાયદો થઇ રહ્યો છે તેવી જ રીતે નદીઓ ઉપર લાગુ કાયદા પણ ઉદ્યોગપતિઓના લાભ માટે જ છે.

૪ ફેબ્રુઆરીએ પોલીસે ગેરકાયદેસર ખનન માટે ધુરપુર ગામમાં કાર્યવાહી  કરેલ. જેમાં આરોપી છે. કે પોલીસે ગામના નાવીકો અને ગ્રામજનોને દોડાવી-દોડાવીને પીટેલ અને તેમની હોડીઓ તોડી નાખેલ. જેના વિરોધમાં પથરાય થતા પોલીસે લાઠીચાર્જ કરેલ અને ર૦૦ લોકો વિરૂધ્‍ધ ફરીયાદ નોંધેલ.

 

(1:42 pm IST)